________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / સંક્લના
શિથિલ એવા શૈલકસૂરિને માર્ગમાં લાવવા માટે પંથક મુનિએ સાથે રહીને પ્રયત્ન કર્યો છતાં પંથક મુનિમાં સાધુપણું હતું અને અન્ય શિષ્યો શૈલકસૂરિને છોડીને અન્યત્ર ગયા તો ગુરુને છોડીને જનારા અન્ય શિષ્યોમાં સાધુપણું કઈ રીતે સંગત છે? તેની વિશદ્ ચર્ચા ઉત્સર્ગ-અપવાદવિષયક માર્ગનો બોધ થાય, તે રીતે ગાથા-૧૮૨ થી ૨૦૩ સુધી કરેલ છે.
વળી, જે ગુરુઓ સર્વથા ગુણથી રહિત છે છતાં પંથકમુનિના દષ્ટાંતથી મુગ્ધ જીવોને ગુરુની સેવા કરવાનું કહે છે, તેઓ સુગુરુ નથી, તે ગાથા-૨૦૪માં કહેલ છે.
વળી, ચારિત્રમાં પ્રમાદી પણ સંવિગ્નપાક્ષિક ગુરુ ગુણથી યુક્ત છે અને મોક્ષમાર્ગમાં છે, તે ગાથા૨૦૬માં બતાવેલ છે.
સંવિગ્નપાક્ષિક કેવી ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તે ગાથા-૨૦૭થી ૨૧૪ સુધીમાં બતાવેલ છે.
વળી, જેઓ પોતે સંયત નથી છતાં પોતાને સંયત કહે છે, તેવા સાધુને “પાપશ્રમણ' કહ્યા છે, તે વાત ગાથા-૨૧૦માં બતાવેલ છે.
સંવિગ્નપાક્ષિકના યત્કિંચિત્ દોષોને જોઈને તેની હીલના કરનારને શાસ્ત્રમાં પાપશ્રમણ કહેલ છે, અને મહામોહના બંધક કહેલ છે, તે ગાથા-૨૧પમાં બતાવેલ છે.
વળી, સંવિપાક્ષિક એવા ગુરુની અવજ્ઞાનું વર્જન કરીને, વિશેષથી સંયમમાં યતમાન સાધુ ચારિત્રની શુદ્ધિને પામે છે, તે ગાથા-૨૧૬માં બતાવેલ છે.
પૂર્વમાં વર્ણન કરાયેલા સાત લક્ષણોવાળા સાધુઓ શીધ્ર સંસારનો અંત કરે છે, અને વિષમકાળમાં પણ આવા મહાયશવાળા સાધુઓ ગીતાર્થના પાતંત્ર્યથી ચારિત્રને પ્રાપ્ત કરશે, તે ગાથા-૨૧૭ થી ૨૧૯ સુધી કરેલ છે.
યતિનાં સાત લક્ષણોવાળા સાધુઓ અતિઅલ્પ હોવાને કારણે, વર્તમાનમાં કોઈ સાધુ નથી તેમ કહેનારને પ્રાયશ્ચિત્ત અને સંઘ બહાર કરવાની ભગવાનની આજ્ઞા છે, તે વાત ગાથા-૨૨૦-૨૨૧માં કહેલ છે.
વળી, જે કાળમાં ઘણા મુસાધુ હોય તે કાળમાં પણ આજ્ઞા પ્રમાણે ચાલનારા સુસાધુ પ્રત્યે પ્રીતિ રાખીને, અગ્રહીલ-ગ્રહીલનીતિવાળા રાજાની જેમ સુસાધુમાં પ્રીતિ રાખીને જેઓ વિચરે છે, તેઓ સુસાધુ છે, તે ગાથા-૨૨૨માં બતાવેલ છે.
પંચવટુક ગ્રંથમાં બતાવેલ અર્થપદની ભાવનાથી જે સાધુ શુદ્ધ ચિત્તવાળા છે, તેમનામાં ક્યારેક દોષલવ પ્રાપ્ત થાય તોપણ સંયમ નાશ પામતું નથી, તે ગાથા-૨૨૩-૨૨૪માં બતાવેલ છે.
કેવા સાધુમાં ભાવયતિપણું સંભવે, તે સારરૂપે ગાથા-૨૨૫માં બતાવેલ છે.
આ વિવરણ કરવામાં છદ્મસ્થતાને કારણે અનાભોગથી ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો તે બદલ “
મિચ્છા મિ દુક્કડમ્'.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા,
વિ. સં. ૨૦૧૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.