________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / સંલના
(૬) ગુરુગુણનો અનુરાગ :- (ગાથા-૧૨૦ થી ૧૩૫)
સમ્યક્દષ્ટિને ગુણમાં અત્યંત રાગ હોય છે, તેથી સંયતને તો વિશેષથી ગુણરાગમાં યત્ન કરવો જોઈએ, તે ગાથા-૧૨૦માં બતાવેલ છે.
ગુણરાગીની પ્રવૃત્તિ કેવી હોય છે તે ગાથા-૧૨૧-૧૨૨માં વિરભગવાનના દષ્ટાંતથી બતાવે છે.
યોગ્ય જીવોમાં રહેલ અલ્પ ગુણ પણ અનુમોદનીય છે. આથી પાસત્થામાં પણ ભગવાનના વચન અનુસાર અલ્પ ગુણ હોય તો અપવાદથી વંદનની વિધિ ગાથા-૧૨૩-૧૨૪માં સ્પષ્ટ કરેલ છે.
કેવી ગુણગ્રાહી દૃષ્ટિ આવશ્યક છે ? તેનું સ્પષ્ટીકરણ ગાથા-૧૨૫-૧૨૬માં કરેલ છે.
ગુણના પક્ષપાતીનો, ગુણહીન એવા સ્વજનશિપ્યાદિ પ્રત્યે પણ પ્રીતિ આદિનો અભાવ, ગાથા-૧૨૭૧૨૮માં બતાવેલ છે.
ગુણના પક્ષપાતીની ગુણહીન પ્રત્યેની ઉચિત પ્રવૃત્તિ ગાથા-૧૨૯માં સ્પષ્ટ કરેલ છે. ગુણરાગી એવા સાધુની ગુણવાનની પરતંત્રતા કેવી હોય, તે ગાથા-૧૩૦-૧૩૧માં સ્પષ્ટ કરેલ છે.
અન્યના દોષલવને જોઈએ તેનામાં રહેલા ગુણનો જેને રાગ નથી તેનામાં નિયમા ચારિત્ર નથી, તે ગાથા-૧૩૨માં સ્પષ્ટ કરેલ છે.
જગતના ભાવો પ્રત્યે મધ્યસ્થ એવા પણ સાધુને જો ગુણદોષમાં મધ્યસ્થતા હોય તો ચારિત્ર નથી, તે ગાથા-૧૩૩માં બતાવેલ છે.
સ્વજન વગેરેથી પણ અધિક રાગ ગુણીજન પ્રત્યે જેને નથી, તેનામાં સમ્યગ્દર્શન પણ નથી અને સમ્યક્રચારિત્ર પણ નથી, તે ગાથા-૧૩૪માં બતાવેલ છે.
ગુણરાગનું ફળ ગાથા-૧૩પમાં બતાવેલ છે. (૬) ગુરુ આજ્ઞાનું પરમ આરાધન :- (ગાથા-૧૩૬ થી ૨૧૬)
ગુણગ્રાહી સાધુ ગુણવાન એવા ગુરુની પૂર્ણ આશા અવશ્ય વહન કરે, તે સ્પષ્ટતા ગાથા-૧૩૬માં કરેલ છે.
માતા-પિતા અને ભતુ (પતિ) ત્રણ દુષ્પતિકાય છે. વળી, ધર્માચાર્ય એવા ગુરુ વિશેષથી દુષ્પતિકાર્ય છે, તે ગાથા-૧૩૭માં કહેલ છે.
ગુણવાન ગુરુની આજ્ઞાની ઉપેક્ષા હોય તો સંયમની સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે, તે ગાથા-૧૪૦ થી ૧૫૫ સુધી બતાવેલ છે.
ગીતાર્થોને અપવાદથી અયોગ્ય ગુરુના ત્યાગની અનુજ્ઞા છે. અગીતાર્થને ગચ્છને છોડીને એકાકી રહેવાનો સવર્ધા નિષેધ છે, તે ગાથા-૧૫૬ થી ૧૬૫ સુધી બતાવેલ છે.
સંક્ષિણ કાળમાં સુગુરુની પ્રાપ્તિ હોય તોપણ શિથિલાચારી સાધુ સાથે અપવાદથી રહેવાની અનુજ્ઞા ગાથા-૧૬૬-૧૬૭માં બતાવેલ છે.
કેવા ગુણવાન ગુરુને આરાધક સાધુએ સ્વીકારવા જોઈએ, તેનું સ્વરૂપ ગાથા-૧૬૮માં બતાવેલ છે. પારતંત્ર્ય સ્વીકારવા યોગ્ય ગુરુના ગુણોનું સ્વરૂપ ગાથા-૧૭૧ થી ૧૭૮ સુધી બતાવેલ છે.
મૂળગુણયુક્ત ગુરુમાં ક્વચિત્ દોષ લવ હોય તો કઈ રીતે ગુરુને માર્ગમાં લાવવા વિવેકી શિષ્ય યત્ન કરે, તેની વિચારણા ગાથા-૧૭૯ થી ૧૮૧ સુધી શૈલકસૂરિ અને પંથકમુનિના દૃષ્ટાંતથી બતાવેલ છે.