________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / સંક્લના
(૪) ક્રિયામાં અપ્રમાદ :- (ગાથા-૧૦૧ થી ૧૧૧)
સંયમી સાધુ શક્તિના પ્રકર્ષથી પ્રથમ દરેક અનુષ્ઠાનની વિધિને જાણવા માટે પ્રયત્ન કરે છે, શાસ્ત્રવચનથી વિધિને જાણ્યા પછી તે વિધિના બોધને સ્થિર કરવા પ્રયત્ન કરે છે અને સ્થિર થયેલા બોધ અનુસાર ક્રિયામાં યત્ન કરે છે, જેથી તે સંયમની ક્રિયા અંતરંગ રીતે મોહની ધારાના ઉન્મેલનનું કારણ બને અને બહિરંગ રીતે સર્વ ઉચિત યાતનાઓથી યુક્ત બને.
વળી, અપ્રમાદી સાધુ વ્રતોનું આલનાઓથી રક્ષણ કરે છે, સમિતિ-ગુપ્તિમાં ઉપયુક્ત હોય છે, પાપનું કારણ એવી પ્રમાદ-આચરણાનું વર્જન કરે છે. આ પ્રકારના સુસ્થિર ચિત્તવાળા સાધુ અપ્રમાદી સાધુ છે.
સંયમજીવનમાં પ્રમાદ વિશેષથી અનર્થનો હેતુ છે, તેનું સ્પષ્ટીકરણ ગાથા-૧૦૨ અને ૧૦૩માં
કરેલ છે.
અપ્રમાદી સાધુ કેવી રીતે પ્રવૃત્તિઓ કરે છે, તેનું સ્પષ્ટીકરણ ગાથા-૧૦૪ અને ૧૦૫માં કરેલ છે. મોક્ષપ્રાપ્તિ પ્રત્યે સંયમમાં અપ્રમાદ મુખ્ય હેતુ છે, તે ગાથા-૧૦૬માં સ્પષ્ટ કરેલ છે.
સંયમમાં અપ્રમાદ કરવાથી કર્મની અનુબંધ શક્તિનો ક્ષય થાય છે અને તેના દ્વારા દુઃખક્ષયના કારણ એવા અકરણના નિયમની પ્રાપ્તિ થાય છે, તે ગાથા-૧૦૭માં બતાવેલ છે.
યોગમાર્ગની પ્રવૃત્તિમાં કંટક, જવર અને મોહ જેવાં વિઘ્નો છે, અને અપ્રમાદના કારણે કર્મના અનુબંધની શક્તિના વિગમનને કારણે દીર્ઘકાળ પ્રયાણભંગ થતો નથી, તે વાત ગાથા-૧૦૮માં બતાવેલ છે.
અપ્રમાદભાવથી કરાતા અનુષ્ઠાનમાં ક્ષયોપશમભાવ વર્તતો હોવાના કારણે ગુણસ્થાનકથી પાત થયો હોય તોપણ ફરી ગુણસ્થાનકની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે, તે ગાથા-૧૦૯માં બતાવેલ છે.
અપ્રમાદના અર્થે આર્યમહાગિરિ આદિના ચરિત્રોનું ભાવન કરવું જોઈએ, તે વાત ગાથા-૧૧૦માં બતાવેલ છે.
શક્તિ હોવા છતાં સંયમયોગમાં અપ્રમાદ ન કરવામાં આવે તો ચારિત્ર સંભવે નહિ, તે ગાથા-૧૧૧માં બતાવેલ છે. (૫) શક્ય અનુષ્ઠાનનો આરંભ :- (ગાથા-૧૧૨ થી ૧૧૯)
અપ્રમાદની વૃદ્ધિ અર્થે કેવું અનુષ્ઠાન સ્વીકારવું જોઈએ, તે ગાથા-૧૧૨માં બતાવેલ છે.
શક્તિનો વિચાર કર્યા વગર ઉપરની ભૂમિકાના અનુષ્ઠાનને સ્વીકારવાથી સંયમનો નાશ થાય છે, તેનું સ્પષ્ટીકરણ ગાથા-૧૧૩માં કરેલ છે, જેમાં શિવભૂતિનું દૃષ્ટાંત ગાથા-૧૧૪માં બતાવેલ છે.
આત્મઉત્કર્ષજનક એવા કર્મ વડે અશક્ય અનુષ્ઠાનનો પ્રારંભ થાય છે, તે ગાથા-૧૧પમાં સ્પષ્ટ કરેલ છે.
અપ્રમાદના અર્થીએ શક્તિનું આલોચન કરીને અનુષ્ઠાનમાં ઉદ્યમ કરવો જોઈએ, તે ગાથા-૧૧૬માં સ્પષ્ટ કરેલ છે.
શિથિલાચારીનું સંઘયણ આદિનું અવલંબન ચારિત્રના નાશનું કારણ છે, અને શક્ય આરંભ કરનારાઓ માટે સંઘયણ આદિનું અવલંબન ચારિત્રની વૃદ્ધિનું કારણ છે, તે ગાથા-૧૧૭ થી ૧૧૯ સુધી સ્પષ્ટ કરેલ છે.