________________
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / સંક્લના
અસંગ અનુષ્ઠાનને પ્રાપ્ત કરે છે, અને જે સાધુઓને ઉપર ઉપરના સંયમસ્થાનને સાધવા માટે અતૃપ્તિ નથી, તેઓ સંયમના સર્વ આચારો સારી રીતે પાળતા હોય તોપણ તેઓનું સંયમ અસંગ અનુષ્ઠાનનું કારણ બનતું નથી, તે વાત યુક્તિથી ગાથા-૬૯માં બતાવેલ છે.
(ii) સુદેશના : (૭૦ થી ૯૮) ઉત્તમ શ્રદ્ધાવાળા સાધુઓ અતૃપ્તિને કારણે સંયમ ગ્રહણ કર્યા પછી શક્તિના પ્રકર્ષથી શાસ્ત્રઅધ્યયનમાં અને શાસ્ત્રને સમ્યગુ પરિણમન પમાડવામાં યત્ન કરે છે, અને શાસ્ત્રનું અધ્યયન કરીને ગીતાર્થ થાય છે ત્યારે સુદેશના આપે છે. આ ઉત્તમ શ્રદ્ધાનું ત્રીજું કાર્ય છે.
દેશનાના અધિકારી સાધુનું સ્વરૂપ બતાવતા કહ્યું કે સુપરિચિત આગમઅર્થવાળા, સુગુરુથી અનુજ્ઞા અપાયેલા, મધ્યસ્થ, શ્રોતાની હિતની કાંક્ષાવાળા, શ્રોતાની પાત્રતાનો બોધ છે જેને એવા, વિશુદ્ધ દેશના આપવાના અધિકારી સાધુ સુદેશના આપી શકે છે.
અહીં વિચારકને પ્રશ્ન થાય કે ઉત્તમશ્રદ્ધાના કારણે સુદેશનાની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? તેનું તાત્પર્ય એ છે કે જે સાધુને ભગવાનના વચનમાં ઉત્તમશ્રદ્ધા હોય તે સાધુ અનાભોગથી પણ કોઈનું અહિત ન થાય તે અર્થે શાસ્ત્રની સર્વ મર્યાદાઓનું સમાલોચન કરીને જગતના જીવોનું હિત થાય એવી ઉચિત પ્રવૃત્તિ કરે છે. તેથી શાસ્ત્રો ભણીને શાસ્ત્રના પરમાર્થને જાણ્યા પછી પરના હિતની શક્તિ હોય તો આવા સાધુઓ અવશ્ય યોગ્ય જીવોના હિત અર્થે સુદેશના આપે, અને જો શક્તિ હોવા છતાં સુદેશના ન આપે તો જગતના જીવોના હિતની ઉપેક્ષા થાય છે. તેથી ભગવાનના વચનની ઉત્તમ શ્રદ્ધા તે સાધુમાં છે તેમ કહી શકાય નહિ; કેમ કે ભગવાનની આજ્ઞા છે કે જેમ ભગવાને જગતના હિત માટે સંદેશના આપી, તેમ તેમના શાસનમાં થયેલા સમર્થ સાધુઓએ પણ સુદેશના આપવી જોઈએ. તેથી જે સાધુ સમર્થ હોવા છતાં સુદેશના આપતા નથી તેઓમાં ભગવાનના વચન પ્રત્યેની ઉત્તમશ્રદ્ધા નથી એમ ફલિત થાય છે.
જે સાધુઓ સંયમ લીધા પછી સૂત્રો અને અર્થો ભણીને ગીતાર્થ થયા નથી, આમ છતાં ઉપદેશ આપે છે, તેઓ જૈનશાસનના શત્રુ છે, તે વાત ગાથા-૭૧ થી ૭૫માં બતાવેલ છે.
ગીતાર્થ સાધુ કયા દાનની પ્રશંસા કરે, કયા દાનની પ્રશંસા ન કરે, કયા દાનનો નિષેધ કરે એ વાત ગાથા-૭૬ થી ૮૧માં બતાવેલ છે.
દેશનાના અધિકારી મધ્યસ્થ સાધુનું સ્વરૂપ ગાથા-૮૪માં બતાવેલ છે. મધ્યસ્થ ગીતાર્થો શાસ્ત્રની પ્રરૂપણામાં કયા પ્રકારની મર્યાદા સાચવે છે, તેનું વર્ણન ગાથા-૮૫ થી ૮૭માં કરેલ છે. મધ્યસ્થ એવા ઉપદેશક સાધુ કેવા પ્રકારનો ઉપદેશ આપતા નથી અને કેવા પ્રકારનો ઉપદેશ આપે છે, તે ગાથા-૮૮ થી ૯૨માં સ્પષ્ટ કરેલ છે.
વળી, ઉપદેશક સાધુ શ્રોતાના હિતની કાંક્ષાવાળા હોય છે અને શ્રોતારૂપ પાત્રના વિષયમાં વિવેકવાળા હોય છે તે ગાથા-૯૩-૯૪માં બતાવેલ છે. વળી, દેશનાને માટે ત્રણ પ્રકારના અપાત્રનું સ્વરૂપ ગાથા-૯૫માં બતાવેલ છે.
(iv) અલિત પરિશુદ્ધિઃ (૯૯ થી ૧૦૦) વળી, સાધુની અતિચાર શોધનની મર્યાદા અને આકુટ્ટી આદિ ચાર અતિચારના ભેદોને ગાથા-૯૯ અને ૧૦૦માં સ્પષ્ટ કરેલ છે.