________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | સંક્લના
આ રીતે અંતરંગ પરિણામરૂપ માર્ગનું લક્ષણ બતાવ્યું. તેનાથી માપતુષ જેવા જ્ઞાન વગરના સાધુઓમાં પણ ઉત્તર ઉત્તરના ગુણ તરફ જનારો ચિત્તનો સ્વારસિક પરિણામ હોવાને કારણે માર્ગાનુસારીપણું છે.
આવા પ્રકારના અંતરંગ પરિણામવાળા માર્ગાનુસારી સાધુઓ કોઈક સ્થાનમાં અનાભોગવાળા હોય તોપણ માર્ગમાં પ્રવૃત્તિ કરનારા છે.
અહીં પ્રશ્ન થાય કે આવો માર્ગાનુસારી ભાવ કઈ રીતે પ્રગટે ? તેથી ગાથા-૧૮માં ગ્રંથકાર બતાવે છે કે જે જીવોમાં ભવના કારણભૂત અસદુગ્રહ ચાલ્યો ગયો છે અને અવંચકત્રય પ્રાપ્ત થયાં છે તેવા જીવોમાં માર્ગાનુસારી ભાવ પ્રગટે છે. માર્ગાનુસારી ભાવવાળા સાધુની ક્રિયા સુવર્ણઘટ જેવી બૌદ્ધદર્શનવાળા પણ સ્વીકારે છે.
ભાવચારિત્રીનું લિંગ માર્ગાનુસારી ક્રિયા છે તેમ કહ્યું, અને તે માર્ગાનુસારી ક્રિયા બે પ્રકારની છે તેમ પૂર્વમાં સ્થાપન કર્યું. વળી, ગાથા-૧૫માં ઉત્તરગુણની પ્રાપ્તિમાં સમર્થ એવો સ્વારસિક પરિણામ માર્ગાનુસારી ભાવ છે એમ સ્થાપન કર્યું. ત્યાં શંકા થાય કે સંયમને ગ્રહણ કરીને જે અપુનબંધક જીવો ચારિત્રની ક્રિયા કરે છે, તે ચારિત્રની ક્રિયા પણ માનુસારી ક્રિયા છે અને જીવના પરિણામરૂપ માર્ગાનુસારી ભાવ પણ અપુનબંધકમાં છે. તેથી બાહ્ય આચરણારૂપ માર્ગાનુસારી ક્રિયા, અને જીવના પરિણામરૂપ માર્ગાનુસારી ભાવ આ બન્ને ચારિત્રીનાં લક્ષણો કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ; કેમ કે અપુનબંધકમાં ભાવચારિત્ર નથી, છતાં તે લક્ષણોની પ્રાપ્તિ અપુનબંધક જીવોમાં છે. આ પ્રકારની શંકા ગાથા-૨૦-૨૧માં કરીને ગાથા-૨૨માં સમાધાન કર્યું કે અપુનબંધકને દ્રવ્યમાર્ગાનુસારી ભાવ છે, અને ચારિત્રીને ભાવમાર્ગાનુસારી ભાવ છે. તેથી ભાવમાર્ગાનુસારી ભાવને આશ્રયીને થતી માર્ગાનુસારી ક્રિયાને અથવા ભાવમાર્ગાનુસારી ભાવને ભાવચારિત્રનું લિંગ કહેલ છે.
ભાવમાર્ગાનુસારી ક્રિયા કે ભાવમાર્ગાનુસારીપણું ચારિત્રનું લિંગ છે, એમ કહેવાથી પ્રશ્ન થાય કે, વિશેષ પ્રકારના જ્ઞાનાદિવાળા જીવોને જ ભાવચારિત્રનું લિંગ હોઈ શકે. તેથી માપતુષઆદિમાં ભાવચારિત્રનું લિંગ પ્રાપ્ત થાય નહિ. તે પ્રકારની શંકા ગાથા-૨૩માં કરીને માષતુષઆદિ મુનિઓમાં વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં ચારિત્રનું લિંગ માર્ગાનુસારી ભાવ કઈ રીતે છે, તે ગાથા-૨૪-૨૫માં સ્પષ્ટ કરેલ છે.
વળી, “સન્મતિ' ગ્રંથમાં માષતુષઆદિ મુનિને દ્રવ્યસમ્યક્ત્વ કહેલ છે. તેથી તેઓના ચારિત્રમાં દ્રવ્યચારિત્ર છે, ભાવચારિત્ર નથી તેમ કોઈને શંકા થાય. તેનું સ્પષ્ટીકરણ ગાથા-૨૭-૨૮માં કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે માપતુષઆદિ મુનિને સમ્યગ્દર્શન હતું છતાં સંક્ષેપ બોધની અપેક્ષાએ દ્રવ્યસમ્યક્ત્વ કહેલ છે, તોપણ અનંતાનુબંધી બાર કષાયના ક્ષયોપશમજન્ય રત્નત્રયીનો પરિણામ માપતુષઆદિ મુનિમાં હતો, માટે ભાવસાધુ હતા.
વળી, અપુનબંધકની માર્ગાનુસારિતા અને ચારિત્રીની માર્ગાનુસારિતા વચ્ચે ભેદ, દૃષ્ટાંતથી ગાથા૩૦માં સ્પષ્ટ કરેલ છે. (૨) પ્રજ્ઞાપનીયપણું :- (ગાથા-૩૧ થી ૪૪)
માનુસારી ક્રિયાથી ભાવિત ચિત્તવાળા સાધુ ક્વચિત્ અનાભોગથી વિપરીત પ્રવૃત્તિ કરતા હોય તોપણ ગીતાર્થો દ્વારા તેઓને માર્ગ ઉપર લાવવાનું સુગમ હોય છે, કેમ કે તેઓનું ચિત્ત અત્યંત તત્ત્વને