________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / સંક્લના
અભિમુખ હોવાથી અનાભોગથી થયેલી વિપરીત પ્રવૃત્તિને સુધારવાનું માનસ હોય છે, અને તે તેઓમાં રહેલી પ્રજ્ઞાપનીયતા છે.
ભાવસાધુ પ્રજ્ઞાપનીય હોય છે. વળી, કલ્યાણના અર્થી હોય છે. તેથી શાસ્ત્રનું અધ્યયન પણ કરતા હોય છે. તેવા ભાવસાધુને શાસ્ત્રના અર્થો કરવામાં કોઈક સ્થાને મોહ થાય કે ભ્રમ થાય ત્યારે તે પ્રજ્ઞાપનીય સાધુને સુગુરુ કઈ રીતે બોધ કરાવે છે, તે ગાથા-૩૨ થી ૩૪માં બતાવેલ છે.
વળી, શાસ્ત્રનાં વચનો વિધિ, ઉદ્યમ આદિના વિભાગવાળાં છે અને અતિગંભીર છે. તેથી તેના વિષયનાં વિભાગને ગ્રહણ કરવામાં આરાધક પણ સાધુ મોહ પામે, પરંતુ ગીતાર્થ ગુરુના વચનથી પ્રજ્ઞાપનીય સાધુ તેને યથાર્થ જાણે છે. પ્રજ્ઞાપનીય સાધુ સૂત્ર વિભાગમાં મોહ પામે ત્યારે સુગુરુ તેને કઈ રીતે બોધ કરાવે છે જેથી પ્રજ્ઞાપનીય સાધુનું હિત થાય, તે ગ્રંથકાર ગાથા-૩૫-૩૬માં સ્પષ્ટ કરે છે.
વળી, સુગુરુ જ્યારે પ્રજ્ઞાપનીય સાધુને તેના મોહને દૂર કરવા અર્થે ઉચિત ઉપદેશ આપે ત્યારે તે પ્રજ્ઞાપનીય સાધુ પણ ગુરુના તાત્પર્યને કઈ રીતે ગ્રહણ કરે, તે ગાથા-૩૭માં બતાવેલ છે. (૩) ઉત્તમશ્રદ્ધા :- (ગાથા-૪૫ થી ૧૦૦)
પ્રજ્ઞાપનીય સાધુમાં ઉત્તમશ્રદ્ધા હોય છે, અને તે ઉત્તમશ્રદ્ધાનાં ચાર કાર્યો છે– (i) વિધિસેવા (ii) અતૃમિ (iii) સુદેશના (iv) અલિત પરિશુદ્ધિ
ઉત્તમશ્રદ્ધા એટલે ભગવાનના વચનની સ્થિર શ્રદ્ધા અર્થાત્ આ ભગવાનનું વચન એકાંતે મારા કલ્યાણનું કારણ છે અને આ ભગવાનના વચનથી વિપરીત પ્રવૃત્તિ એકાંતે મારા અહિતનું કારણ છે. | (i) વિધિસેવા : (૪૬ થી ૬૫) આવી સ્થિર શ્રદ્ધાવાળા જીવો સંયમ ગ્રહણ કરીને સંયમની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક સેવે છે. તેથી ઉત્તમશ્રદ્ધાનું પ્રથમ કાર્ય વિધિસેવા છે.
ઉત્તમશ્રદ્ધાવાળા સાધુઓનો વિધિપૂર્વક સંયમની ક્રિયાઓ સેવવાનો પક્ષપાત વિષમ સંજોગોમાં પણ હિન થતો નથી, તે વાત ગાથા-૪૭-૪૮માં દૃષ્ટાંતથી બતાવેલ છે. વળી, કોઈ સાધુમાં ઉત્તમશ્રદ્ધા હોય, તેમ છતાં વિષમ સંજોગોના કારણે કોઈક પ્રવૃત્તિ કરી શકે તેમ ન હોય, તોપણ શક્તિ અનુસાર તેમાં યત્ન કરતા હોય તો ભાવથી વિધિપૂર્વકની પ્રવૃત્તિ છે એ કથન ગાથા-૪૯ થી ૫૧ સુધી બતાવેલ છે. | (i) અતૃપ્તિઃ (૬૬ થી ૬૯) વળી, ભગવાનના વચન અનુસાર ક્રિયાઓને સેવનારા તે યોગીઓને ઉપર ઉપરની ભૂમિકાને પ્રાપ્ત કરવા માટે અતૃમિ હોય છે, આ ઉત્તમશ્રદ્ધાનું બીજું કાર્ય છે. ઉત્તમશ્રદ્ધાવાળા સાધુ વૈયાવચ્ચ, તપ આદિ ઉચિત કૃત્યો કરવામાં અને નવાં નવાં શાસ્ત્રોના અધ્યયનમાં અતૃપ્ત હોય છે.
ઉત્તમશ્રદ્ધાવાળા સાધુને ઉપર ઉપરના સંયમસ્થાનમાં અતૃપ્તિ કેમ હોય છે, તેનું દૃષ્ટાંતથી ભાવન ગાથા-૬૭-૬૮માં કરેલ છે. ઉત્તમશ્રદ્ધાના કાર્યરૂપ અતૃપ્તિવાળા સાધુ વચનઅનુષ્ઠાનના બળથી ક્રમે કરીને