________________
૧૭
પણ તેમાં સામેલ થવા ઈચ્છા બતાવી અને તે રીતે પિતાને તે એક સમનિદર્શક સ્થાન થઈ પડયું જાણી સર્વ વાતથી તેમને વાકેફ કર્યા.
અનુક્રમે ૧૯૫૭ના માસામાં કંડલા રહેવાનું થયું, જ્યારે ઉપાધ્યાયશ્રી વીરવિજયજી વગેરે મુનિ મંડળનું ચોમાસું પાટણ ગુજરાતમાં હતું અને તેથી પત્ર વહેવાર શરૂ રાખો અનેક શંકાનું સમાધાન થતાં સંવેગ દિક્ષા લેવા દઢ નિશ્ચય કર્યો પરંતુ આ સવ કાર્ય દરમિયાનમાં કુંડલાના ઢુંઢીયા ભાઈઓને શંકા પડવાથી કેટલેક ખુલાસે પૂછ્યું. આ સમય ધર્મ સંકટને હતે. શ્રદ્ધાને રંગ જે સંવેગમાં પલટાયું હતું, તે વાત દઢ હતા, ત્યારે બીજી તરફ ચોમાસામાં ગમન તે ચારિત્રાવસ્થામાં વિનરૂપ હતું. આવા સંજોગોમાં કાર્તિકી પુનમ આવી અને સવારના વી. રજીસ્વામી દેરાસરમાં જઈ ચૈત્યવંદન કરવા બેઠા. આ બનાવે માટે કેલાહલ કરી મૂ કાર્તકી પૂનમે ઢંઢીયા અને જે સર્વ સાથે મોટા આડંબરથી વાજતે ગાજતે શત્રુંજયના દર્શન અર્થે ગામ બહાર જતા હતા તેની તૈયારીમાં લેવાથી આ દેખાવ જોઈ હુંઢીયા ભાઈઓને લાગી આવ્યું અને મુત્સદી વર્ગમાં ફરીયાદ રજુ કરી.
મહારાજ વિરજી સ્વામી દર્શન કરી ત્યાંના શ્વેતાંબર ઉપાશ્રયમાં જઈ બેઠા હતા તથી જૈન સંઘનાં આગેવાન શેઠ મૂળજી લવજી પાસે જઈ મહારાજશ્રીને ઉપાશ્રયમાંથી
જા આપવા જણાવ્યું. તેના ઉત્તરમાં મુળજી શેઠે જણાવ્યું કે “ ઉપાશ્રય મારી માલેકીને નહિ પણ શ્રી સંઘની માલેકીને છે, અને સંઘમાં સાધુ વર્ગને પણ સમાવેશ થાય છે, તેથી તેમને જ્યાં હક્ક છે ત્યાંથી હું ઉઠાડી શકું, કે રજા આપી શકું તે મારી સત્તાની બહારની વાત છે.” હવે બીજા પ્રશ્નને અવકાશ રહ્યો નહીં. શેઠ મજકુરની પ્રભાવ અને પુન્ય પ્રકૃતિ તેજ સામે વિશેષ કહેવું તે વ્યર્થ હતું. હવે વીરજી સ્વામીને આ પ્રમાણે ન કરતા જણાવવાથી કહ્યું કે-“ભાઈઓ ! દીધું વિચાર પછી જનપ્રતિમા શાસ્ત્રાનુસાર વંદનિય-પૂજનિય હવાની જરૂર સ્વીકારું છું. તેમાં તમને ઓછું આવે તે આશ્ચર્ય છે. કેમકે તેમાં હું તમને દુઃખ દેતું નથી, તમારે ભાગ્યોદય આ દિશાનું જ્ઞાન થવામાં અંતરાય કરે તે તમારા ભાગ્યની વાત છે.” વગેરે રીતે શાંત પણ દઢ જવાબ આપવાથી બીજો માર્ગ ન હોઈને સર્વે પિતપિતાના સ્થાને ગયા અને સંઘ શત્રુંજયના દર્શન કરવા વાજતે ગાજતે જઈ આવ્યા. તે પછી વીરજી સ્વામીએ ત્યાંથી શેઠ મુળજીભાઈની દેખરેખ ભરી મદદ સાથે પાલીતાણા તરફ વિહાર કરી શ્રી શત્રુંજય ગીરીવરે જઈ યાત્રાને લાભ લીધે, ને ત્યાંથી પાટણ-ગુજરાત જઈને ગુરૂ વીરવિજયજી મહારાજને મળ્યા.