________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
શ્રાવકને અણુવ્રત ગ્રહણ કરાવતાં-સ્થાવરાદિ ચૂલજીવોની હિંસાની તેને મોકળાશ હોઈતે હિંસાની અનુમોદના સાધુમહારાજને હોતી નથી ને તેનો દોષ પણ લાગતો નથી તે બાબત આ દિષ્ટાંતથી સમજાવે છે.
રત્નપુરમાં રત્નશેખર નામના રાજા રાજ્ય કરે. પ્રત્યેક વર્ષે આવતા કૌમુદી મહોત્સવમાં રાજા-પ્રજા સ્વેચ્છાએ ઉપવનમાં ક્રીડા કરતાં. તે દિવસ આવતાં નગરમાં ચોરી આદિ ન થાય તે હેતુથી ઉદ્ઘોષણા કરવામાં આવી કે “રાજા-પ્રજા આદિ સર્વ સ્ત્રી પુરુષોએ ઉદ્યાનમાં આવવું, કૌમુદી ઉત્સવની ઉજવણી દરમ્યાન કોઈએ નગરમાં રહેવું નહીં. જે રહેશે તેને પ્રાણદંડ થશે.
બધાં ટપોટપ નગરમાંથી બહાર નિકળી ઉદ્યાનમાં આવ્યાં. ખાન પાન હીંચકા ગેડીદડાદિ રમતમાં પડ્યાં ને વાતે વળગ્યા પણ નગરમાં એક શેઠના છ પુત્રો પોતાની વખારમાં બેઠા હતા. તે ત્યાં જ માલ મેળવવામાં ને હિસાબ કરવામાં રહી ગયા. તેઓ બહાર આવ્યા ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું ને નગરના તોતીંગ દરવાજા બંધ થઈ ગયા હતા. શૂન્ય ને ભેંકાર વાતાવરણમાં છએ ભાઈઓ મૂંઝાઈ ઊભા રહ્યા. એવામાં નગરરક્ષકોએ આવી વ્યગ્ર થયેલા આ છ ભાઈઓને જોયા, તેમને બાંધી બીજે દિવસે રાજા પાસે ઉપસ્થિત કર્યા. રાજાને ક્રોધ ચડ્યો કારણ કે
आज्ञाभंगो नरेन्द्राणां, महतां मानमर्दनम् ।
मर्मवाक्यं च लोकाना,-मशस्त्रवधमुच्यते ॥ १ ॥ રાજાઓને આજ્ઞાભંગ, મોટા મહત્વશીલ પુરુષોને અપમાન અને સામાન્ય લોકોને મર્મવાક્ય શસ્ત્ર વિનાનો વધ કહેવાય છે.
રાજની આજ્ઞા જાણી પુત્રોના પિતા રોતા દોડતા ત્યાં આવ્યા અને બાળકોની નાદાની માટે ઘણી આજીજી કરી. ક્ષમા માગી, રાજા ન માન્યા. તે શોકથી વ્યાકુળ થઈ ઘણી વિનવણી કરવા લાગ્યો. તેણે કહ્યું, “આપ અન્નદાતા છો, મારા કુળનો નાશ ના કરો. મારું ધન, મકાન આદિ બધું લઈ લો પણ મારા બાળકો મને આપો.” રાજાએ કહ્યું, “અમારી આજ્ઞા અફર છે' શેઠે કરગરીને કહ્યું “મહારાજા ! મારા પાંચ પુત્રોને તો ક્ષમા આપવી જ જોઈએ.” રાજા તો માને જ નહિ. શેઠે ચાર પુત્રો પછી બે પુત્રો ત્રણ પુત્રોને બચાવવા ઘણા પ્રયત્નો ને વિનવણી કરી પણ ધરાર રાજા ન માન્યો તે ન જ માન્યો. છેવટે એક પુત્ર માટે તેણે ઘણી વિનતિ કરી પોતાના કુળનો સર્વથા નાશ ન થાય માટે રાજાને પ્રાર્થના કરતાં તેમ નગરજનોએ પણ આગ્રહ કરતાં રાજાએ એક મોટા પુત્રને છોડવા આજ્ઞા આપી.
આ દષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે: સમ્યકત્વધારી શ્રાવકને રાજા સમાન જાણવો. તે સર્વથા પ્રાણાતિપાતનો ત્યાગ કરવા (શેઠના છએ પુત્રોને છોડી મૂકવા) સમર્થ નથી, તેને ષકાયના પ્રતિપાળ પિતારૂપ સાધુ મુનિરાજે છોડાવવા ઘણા યત્નો અને પ્રેરણાઓ કરી છતાં તે સર્વવિરતિ