________________
ૐ હ્રીં અહં નમઃ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે
શ્રી વિજયલક્ષ્મસૂરીશ્વરજી વિરચિતઉપદેશપ્રાસાદ મહાગ્રંથ
ભાગ બીજો (ગુજરાતી વિવરણ)
૬૨
વ્રત નિરૂપણ ધર્મરૂપ મહેલના પાયા સ્વરૂપ સમ્યકત્વનું વર્ણન પ્રથમ ભાગમાં કર્યું. તે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિથી ઉપલબ્ધ થાય છે. જે ધનભાગ આત્માને સમ્યફશ્રદ્ધારૂપ સમકિત પ્રાપ્ત થાય છે તેને પ્રાયઃ વ્રતપ્રાપ્તિ પણ થાય છે. માટે આ બીજા ભાગમાં વ્રતાધિકાર વર્ણવવામાં આવ્યો છે.
અર્થ - પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત આ પ્રમાણે બાર પ્રકારે વ્રતો અનંત તીર્થંકર પરમાત્માઓએ ગૃહસ્વધર્મ તરીકે ઉપદેશ્યા છે.
પાંચ અણુવ્રતોમાં પહેલું અણુવ્રત સ્થૂલ જીવોની હિંસાના ત્યાગરૂપ છે. તે ગૃહસ્થો (શ્રાવકો)એ દ્વિવિધ-ત્રિવિધ (ભાંગા પ્રકારે) સ્વીકારવાનું હોય છે. સ્કૂલજીવ શબ્દથી અહીં બેઇંદ્રિયાદિ જીવો સમજવાના છે. આદિ શબ્દથી નિરર્થક સ્થાવરજીવોની હિંસા પણ દ્વિવિધત્રિવિધ નહિ કરવાનો આગ્રહ સમજવાનો છે. વિવેકી શ્રાવકો આ વ્રતને હોંશે હોંશે લે છે ને નિષ્ઠાપૂર્વક પાળે છે. દ્વિવિધ ત્રિવિધનું સ્વરૂપ આ પ્રમાણે છે : સ્કૂલ (ત્રસ) જીવની હિંસા કરવી નહીં અને કરાવવી નહીં એ દ્વિવિધ તથા મન-વચન-કાયાથી કરવી નહીં, કરાવવી નહીં, એ દ્વિવિધ-ત્રિવિધ હિંસાત્યાગનો નિયમ. આદિ શબ્દથી એકવિધિ-એકવિધ પણ થાય છે. અહીં જે હિંસાદિની વિરતિ કરવાની વાત છે તે સ્થૂલજીવની હિંસા મન-વચન કાયાએ કરતા નથી ને કરાવતા પણ નથી. તેની અનુમોદનાનો નિયમ નથી હોતો, કારણ કે ગૃહસ્થને પરિવારાદિનો