________________
*
-
-
-
-
-
-
શુભસંગ્રહ-ભાગ ૧ લે ખ્રિસ્તી થઈ ગયેલા અસ્પૃશ્યો છે. આ સંસ્થા તરફથી ૧૦૦૦ પ્રાથમિક શાળાઓ, તેર આશ્રમો, બે હાઈસ્કૂલો અને એક કૅલેજ ચલાવવામાં આવે છે; એકંદર ૨૪૦૦૦ ખ્રિસ્તી થયેલા અસ્પૃશ્યોને કેળવણી આપે છે. દર વર્ષે ૧૨૦૦૦ નવા અસ્પૃશ્યોને ખ્રિસ્તી બનાવે છે. આ સંસ્થામાં મોટે ભાગે બધા ખ્રિસ્તી થઈ ગયેલા અસ્પૃશ્યોજ કામ કરે છે. તેમાં ૮૦ અસ્પૃશ્ય ખ્રિસ્તી પાદરીઓ છે, જે બીજા અસ્પૃશ્યોને વટાળવાનું કામ કરે છે. ઉપરની હકીકત તે માત્ર મદ્રાસ ઇલાકાની એકજ સંસ્થાની છે. આવી રીતે બીજી પણ અનેક સંસ્થાઓ મુંબઈ ઈલાકામાં, બંગાળામાં, પંજાબમાં વગેરે સ્થળે કામ કરતી હશે.
સનાતનીઓએ ચેતવાની જરૂર છે. આવી રીતે એક જ પ્રાંતમાં દર વર્ષે આપણા ૧૨૦૦૦ હિંદુભાઈએ-એકજ પિતાના પુત્ર–આપણાજ વર્તનથી ખ્રિસ્તી થઈ જાય છે! હિંદુસ્થાન આખામાં તે લાખોની સંખ્યાને વટલાવતા હશે; ત્યારે હજુ પણ શું સનાતનીઓ અસ્પૃશ્યોનો વિરોધ કરી આ હલકી ગણાતી કોમની ઉન્નતિને માટે કાંઈ પ્રયત્ન નહિ કરે ?
શાળા અને આશ્રમની જરૂર અસ્પૃશ્યોના ઉદ્ધારમાટે આપણી દિલસોજી ન હોવાથી અને આપણે તેમને હડધૂત કરતા હોવાથી તેઓ મીશનરીઓની નિશાળો અને આશ્રમમાં દાખલ થઈ ખ્રિસ્તી થઈ જાય છે. આપણે આપણું રામ અને કૃષ્ણને ભજનાર ભાઈઓને બીજા ધર્મમાં વટલાતા અટકાવવા હેય તે સનાતનીઓ તેમજ દરેક ચુસ્ત હિંદુની ફરજ છે કે, તેઓએ અંત્યજશાળા તથા આશ્રમો સ્થાપવા અને તેવી સંસ્થાઓ હોય તેને પૂરતી મદદ આપવી કે જેથી તે સંસ્થામાં અસ્પૃશ્યો કેળવણું લઈ ખ્રિસ્તી નિશાળો અને આશ્રમમાં જતા અટકે અને હિંદુ ધર્મ પાળી શકે.
સ્વધર્મરક્ષા અને સ્વરાજ્ય સનાતનીઓના અંત્યજ પ્રત્યેના વિરુદ્ધ વર્તનને લીધે હિંદુધર્મની રક્ષા થવાને બદલે ધર્મને ક્ષય થતું જાય છે. આ અંત્યજ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com