________________
vvvv
શુભસંગ્રહ-ભાગ ૧ લા જોઈએ. એ કુમારની સેના બેલે તે પહેલાં વિચાર કરે. ભૂતકાળમાં હિંદની કયી દશા હતી અને આજે એની શી દશા થઈ છે, એ બધું ડેરા ઠકનારાઓએ જાણી લેવું જોઈએ. આજની અર્ધગતિનું મૂળકારણે તેમણે શોધવું જોઈએ. “સ્વદેશી'થી આપણી આઝાદીની લડતને કેવો ને કેટલો વેગ મળી શકે છે, એ દરેકે સમજી લેવાનું છે. સામ્રાજ્યવાદની છાતીમાં પ્રજાઓને ચૂસીને એકઠું કરેલું લોહી ધબકે છે. આપણે એક વખત આર્થિક શોષણને અટકાવી શકીએ તો સામ્રાજ્યવાદ આપણી આગળ પાંગળો થઈ પડે. નાના ગૃહઉદ્યોગના વિકાસમાં જનતાનો ઉદય છે ને એ વિકાસ હિંદુસ્તાનને બ્રિટિશ સામ્રાજ્યવાદનાં જડબામાંથી છોડાવે છે.
આત્મજ્ઞાન આવશે ત્યારે શ્રદ્ધા જન્મશે. આજે હિંદમાં તે ભયની ધ્રુજારી ચાલી રહી છે. એક અધિકારી પણ ગામડીઆઓને થથરાવે છે; એક પોલીસ પણ ગામડીઆઓને થથરાવે છે; એક પિોલીસ પણ પટેલને દબડાવે છે અને માંડ માંડ જીવન ખેંચતા ખેડુતને ત્રાસથી પોતાની મજારીમાંથી ભાગ આપવો પડે છે. આજે એકે એક ખાતામાં લાંચની ભ્રષ્ટતા પેઠી છે. લોકોમાં હિંમત નથી કે તેઓ લાંચરૂશ્વત આપવાની ના ભણું શકે. જોકે તે પોલીસને-અધિકારીઓને સર્વશક્તિમાન લેખે છે; અને આ બીકને લીધે તેઓ દીનને મારે છે. યુવકોએ તે વીરતાને સંદેશ આપવાને છે ને ભીરુતાને ભગાડવાની છે.
શ્રી રામચંદ્રજી કહે છે કે, જનની ને જન્મભૂમિ તે સ્વર્ગથીએ ગરવાં છે. ઋષિસંતાનને જન્મ દેનારી હિંદની પુણ્યભૂમિ શું જગદગુરુ નહિ બની શકે ? હિંદમાં શ્રદ્ધા મૂકે, એના ભાવિમાં વિશ્વાસ રાખો. જેટલી શ્રદ્ધા હશે તેટલી વીરતા હશે. જે જ્ઞાનમાં પારકાની નિષ્કાળજી છે, તે જ્ઞાનમાં ભીતિની ભીંતે છે ને તેથી તમારા અંતરમાં પ્રેમ રાખજે, ધિકકાર રાખજે મા ! વીર હનુમાનને હિંદ તો અભણ લેખે છે. તેણે પુસ્તકો નથી વાંચ્યાં, પણ એનામાં જ્ઞાનપ્રકાશ હત ને શ્રદ્ધાત હતી. એણે સાગર ઓળંગે, ત્યારે એનામાં ભય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com