________________
શુભસંગ્રહ ભાગ ૧ લે અને અસ્પૃશ્યતાના શાપમાંથી હિંદુનો છૂટકારે કરો એ શું અનંતકાળ ચાલે એ અગર તે અશક્ય કાર્યક્રમ છે ? હિંદુના એ સુંદર વદન ઉપર જ્યાં સુધી અસ્પૃશ્યતાનું કલંક ચોંટયું છે, ત્યાંસુધી સ્વરાજપ્રાપ્તિ એ છેક જ અશક્ય વસ્તુ છે, એમ હું દાંડી પીટીને કહું છું. કદાચ ડાઉનીંગ સ્ટ્રીટથી સ્વરાજની ભેટનું પાર્સલ હિંદુસ્તાનમાં આવી પહોંચે, પણ જ્યાં સુધી આ શાપનું નિવારણ નથી થયું, ત્યાં સુધી એ ભેટ એ ઝેર છે. અસ્પૃશ્યતાનિવારણના પછીનાં પગલાં શાં છે ? એ સનાતની હિંદુઓ ! તમારાજ એક સનાતની હિંદુના મોઢાના આ શબ્દો સાંભળો. અસ્પૃશ્યની સાથે ખાવાપીવાને વહેવાર રાખવાનું હું નથી કહેતો. અસ્પૃશ્યોની સાથે બેટાબેટીને વહેવાર કરવાનું હું નથી કહેતે; પણ એટલું જ કહું છું કે, તમારી સેવા એ ઉઠાવે તો તમે પણ એને તમારી નજીક રાખે. એને તમારાથી અસ્પૃશ્ય ન રાખે. ધર્મને નામે વર્ષો થયાં આપણે એને બેડીમાં રાખ્યા છે અને આપણી એ સેવા ઉઠાવે છે. સેવા કરનારને એ અધિકાર છે કે, એને આપણે આપણાથી અસ્પૃશ્ય ન બનાવીએ. કલકત્તાના એ હિંદુઓ ! તમે સાંભળો ! હિંદુધર્મ આજે તળાઈ રહ્યો છે અને તમે અસ્પૃશ્યોને ઉદ્ધાર નહિ કરે તે એનું છાબડું બેસી જવાનું છે.
૨–તમારાં બાળકો માટે ઉત્તમ શિક્ષણ
જાપાનમાં નિશાળે ભણતા પ્રત્યેક બાળક સાથે નીચલા ભાવની વાતચીત શિક્ષક અને વિદ્યાથીઓ વચ્ચે એકાદ વખત પણ થાય છેજ.
શિક્ષકઃ-તું આવડો મટે શાથી થયો ? વિદ્યાથી -ખેરાક ખાવાથી. શિક્ષકએ ખેરાક ક્યાંથી ઉત્પન્ન થયો? વિદ્યાર્થી -આપણું દેશ-જાપાનની જમીનમાંથી.
શિક્ષક-વાર,. ત્યારે તે તારું શરીર જાપાનની જ ભૂમિમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com