________________
tv -
,
*
પરેડ, issues,
aો. ૨.
IS limit
in
III,
દ.
1, **ill
;
*
||"
4
IN
*
शुभसंग्रह-भाग १लो ૧–ઓ હિંદઓ! તમે સાંભળે.
(મહાત્મા ગાંધીજીના ભાષણમાંથી–“સૌરાષ્ટ્રમાં તા. ૯-૮-૨૫)
આપણી મનહર ધરતી ઉપર વસતી તમામ જાત અને કોમ વચ્ચે બંધુતા, એને હું હિંદુમુસ્લીમ એકતા કહું છું. એ બંધુતા આપણે હાથે બંધાવી શું અશક્ય છે ? એ કાર્યક્રમ શું અનિષ્ટ છે? પણ મેં તે એ વાતમાં હાથ ધોઈ નાખ્યા છે. મેં તે જાહેરાત કરી દીધી છે કે, આ દર્દની દવા કરનાર વૈદ્યતરીકે હું નાપાસ પડ્યો છું. હિંદુ અને ગર મુસલમાન કોઈ પણ મારી ઔષધિ સ્વીકારવાને તૈયાર નથી; એટલે આ વિષયનું નામમાત્ર લઈ હું ચૂપ થઈ જાઉં છું. હું એટલું જ કહેવા માગું છું કે, જે આપણું આ ભૂમિનો ઉદ્ધાર કરવાની આપણી ઇચ્છા હોય તો આપણે બન્નેએ એક થયેજ છૂટકો છે; અને આપણે લલાટે જે એવું જ લખાયું હોય કે, આપણે એકબીજાનાં લોહી વહેવડાવ્યાસિવાય ભેટવાનાજ નથી, તે તે હું કહું છું કે, એ લડાઈ કાલ થતી હોય તો આજે થાવ અને જલદી થાવ. જે આપણે એકબીજાનાં માથાંજ કાપવાં છે તે ચાલો, એ કામ મરદાનગીને શોભે તે પ્રમાણે આપણે કરીએ તે તો એકબીજાને માટે ખેટાં આંસુ પાડવાનાં છેડી દઇએ, એકબીજાની સહાનુભૂતિ માગવાનું છોડી દઈએ. : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com