________________
શ્રતઉપાસના
ભૂમિકા
ગ્રંથ લખાવવાનું પણ બંધ પડયું. એઓશ્રીનું હસ્તલિખિત સાહિત્ય, મુદ્રિત પ્રતો અને પુસ્તકો સારી સંખ્યામાં તેજ પુસ્તકાલયમાં છે. તેને ઉપયોગ હરહંમેશ બધા કરી શકે છે. આ રીતે એમના અક્ષર દેહ આત્મક ખજાનાનું મૂર્તિમંત સ્થાન તે પુસ્તકાલય છે.
સંવત ૧૯૭૧ના મહા સુદી ૧૦ તા. ૨૫-૧-૧૯૧૫ સમવારે શ્રીભાયણીતીર્થમાં શ્રાઆગમેાદય સમિતિની સ્થાપના થઈ. તેમાં આગમો છપાવવા અને વાચના આપવી, એવું નક્કી થયું. એ રીતે આગમોને છપાવવાની અને વાચા આપવાની જબરજસ્ત જવાબદારી ઉઠાવી, પાટણ વિગેરે શહેરમાં થઈને સાત આગમ વાચનાઓ આપી. વાચનાની અંદર ૨૩૩૨૦૦ લોક વંચાવાયા. એ કાર્ય પણ શ્રુતઉપાસનાનું અજોડ બન્યું.
માળવાના રતલામ શહેરમાં ચાર્તુમાસ કરતાં શેકષભદેવજીકેશરીમલજીની પેઢીની સ્થાપના કરી અને તે દ્વારા પણ ઘણુ ગ્રંથોનું સંપાદન કર્યું.
આ રીતે સંપાદનને ઉધમ સંવત ૧૯૬૪ પહેલાંથી ૧૯૯૪ સુધી ધમધોકાર ચાલ્યા. તે અવસરમાં જામનગરથી સંઘ લઈ શ્રીસિદ્ધગિરિરાજને ભેટવા આવતાં, આગમમંદિરની સ્થાપાનાથી ગ્રંથ રચવાનું કાર્ય શેકાઈ જ ગયું. જો કે નાની મોટી ટીકાવાળી, પધવાળી, સૂત્રસ્વરૂપે, કે ખરૂપે તે કૃતિએ અવસરે અવસરે થતી જ હતી.
સંવત ૧૯૯૪માં શ્રી વર્ધમાન જૈનાગમમંદિર (સિદ્ધક્ષેત્ર, પાલીતાણા)ની સ્થાપના થતાં, તેમાં આગામે શિલામાં કરાવીને સ્થાપન કરવાના હતા. આ મુદ્દો એ હતો કે આગમ તાડપત્ર કે કાગળ ઉપર છે, પરંતુ જે શિલામાં હોય તો કોઈ પણ નાશના કારણમાં આગમે તાડપત્રના કે કાગળનો નાશ થાય પણ શિલાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com