________________
આગામે દ્ધારકશ્રીના જીવનદૃશ્યનો
પરિચય દશ્ય ૧-આગમોદ્ધારકશ્રીને દીક્ષા આપનાર, શાશન માટે જહેમત ઉઠાવનાર પરમ પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ. જેમને સ્વર્ગવાસ ૧૯૪૮ના માગસર સુદિ ૧૧ના દિવસે લીબડી મુકામે થયો હતો. ઉદેપુર લીબડી વિગેરે સ્થળો એમના ગુણોથી રંગાયેલાં છે.
દૃશ્ય ર–આગમોદ્ધારકશ્રીના ઉપદેશથી સં. ૧૯૬૪માં સુરતમાં વડાચૌટેથી જે શહેર યાત્રા નીકળી હતી. અને તે વખતે ભાગ્યશાળી ચીમનલાલ શહેર યાત્રાના સંધવી થયા હતા. તે વખતનું આ દશ્ય છે. આગમ દ્વારકશ્રી અને તેમની બાજુમાં તે શહેર યાત્રાનો લાભ લેનાર સુશ્રાવક ઉભેલા દેખાય છે.
દશ્ય ૩-સં. ૧૯૭૭માં રતલામમાં કેાઈ તેવા ગ્રહસ્થોના દુરાગ્રહના કારણે એક ફેટા પડાવ્યો હતો. ફેટો પાડીને નેગેટીવ ખલાસ કરવાની શરતે આ ફોટો પાડવા દેવામાં આવ્યો હતે. (વાચકે એટલું શરત રાખવાનું છે કે આગમ દ્વારકશ્રી ફેટાના કટ્ટર વિરોધી હતા. આમાં જે ફેટાઓ આપવામાં આવેલા છે, તેમાના આ અને નં. ૬ ના ફટાને છોડીને બાકીના બધાય ફટાઓ ઝડપી લીધેલા છે)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com