________________
૩૪]
આગમ દ્વારકશ્રીના - દશ્ય ૨૦-મહાસાર્થવાહ–અરિહંત પરમાત્માને આપેલી આ ઉપમા છે. જેમ અટવીમાંથી સાર્થવાહ પાર ઉતારે છે, તેમ તીર્થંકર પરમાત્મા ભવાટવીમાંથી પાર ઉતારનારા છે. તે વાત આમાં દેખાડાઈ છે.
આગમપુરૂષ, મહાગપ, મહામાહણ, મહાનિયમિક અને મહાસાર્થવાહકની ચિત્ર કલ્પનાઓ આગમ દ્વારકશ્રીની છે. તેને તેઓશ્રીએ ચિત્રરૂપે જગતની આગળ મુકી છે. તે પછીથી તે આ દશ્યો જુદી જુદી જગો ઉપર થયાં છે. શ્રીઆગમપુરૂષ કેટલી જગા ઉપર છે તેની નોંધ, મારા જ્ઞાનમિત્ર મુનીશ્રીઅભયસાગરજીએ લખેલ આગમપુરૂષ રહસ્યમાં આપી છે. તદુપરાંત કપડવંજના શ્રીચિંતામણુપાર્શ્વનાથજીના મંદિરમાં આગમપુરૂષ મકરાણું આરસમાં કોતરવામાં આવ્યા છે. મહાગોપ વગેરે ચાર ચિત્રોનાં દશ્યો પૂના ખિડકી, કપડવંજ શાંતીનાથજી મંદિરમાં કાચ ઉપર ચિતરવામાં આવ્યાં છે.
દશ્ય ૨૧:-શ્રીવર્ધમાન જૈનાગમમંદિર (પાલીતાણુ)ની પ્રતિષ્ઠાના પ્રસંગ પર શ્રીઆગોદ્ધારક ભાવિકોને વાસક્ષેપ નાંખી રહ્યાં છે, તે પ્રસંગે જણાવનાર આ દશ્ય છે.
દશ્ય રર-સં. ૨૦૦૩માં સુરતમાં શ્રી વર્ધમાન જનતામપત્રાગમમંદિરના શિલાસ્થાપન વખતે વાસક્ષેપ નાંખવાની તૈયારીવાળું વાસક્ષેપ મંતરતું આ દશ્ય છે.
દૃશ્ય ૨૩-સં. ૧૯૯૮માં પાલીતાણુની મેતીસુખીયાની ધર્મશાળામાં વ્યાખ્યાન પીઠે પિરસિ ભણાવતી વખતનું ઝડપી લીધેલું આ દશ્ય છે.
દશ્ય ૨૪:-શ્રીસિદ્ધક્ષેત્ર, પાલીતાણું આગમમંદિરમાં પ્રતિષ્ઠા થયા બાદ બીજે દિવસે પ્રભુદર્શન માટે શ્રી સિદ્ધચક્રગણધરમંદિરના દ્વારને ખલી, પ્રભુદર્શન કરી, પાછા ફરતાં લેવાયેલ, તેજ મંદિરના ઓટલા ઉપરને, સંવત ૧૯૯૯ મહા વદિ ૬ ને આ ફેટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com