________________
જીવનઝાંખી
પાલીનું ચાતુર્માસ મુનિશ્રીઆલમચંદજી મહારાજે પાલીના સંઘને જણાવ્યું હશે તેથી પાલીને સંઘ આગમ દ્વારકશ્રીને વિનંતિ કરવા આવ્યો અને વિનંતિ કરી, ત્યારે કહ્યું કે મને વિનંતિ કરવા નહિ આવ્યા છે, પણ બીજાને કરવા આવ્યા હશે. ત્યારે પાલીના સંઘે કહ્યું કે અમને મુનિશ્રીઆલમચંદજી મહારાજે ભલામણ કરી છે. તેથી વિનંતિને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે સ્વીકાર થયા. આથી પાલી તરફ વિહાર કર્યો. નગર પ્રવેશ વખતે નીચી ધડીના અને ઠિંગણા દેખાતા મહારાજને જોઈને ગામના બુઝર્ગો વિચાર કરવા લાગ્યા કે આપની આવડી મોટી વસ્તિ અને સ્થાનકવાસીના સામા ઉભા રહેવું, એ બે વાત આ મહારાજથી કેવી રીતે બનશે ! તેઓ મનની અંદર ઘણુ ક્ષેાભ પામ્યાં, પણ શું થાય. સાકરના હિરા ગલ્યા તે ગહ્યા.” ઠાઠમાઠથી નગર પ્રવેશ થયો. વ્યાખ્યાન પીઠે બેઠા. મંગલાચરણ કર્યું અને પ્રવચન ચાલું કર્યું. તે સાંભળતાં તે જ ખુઝર્ગે આનંદમાં આવી ગયા અને તેઓ ગુરૂદેવશ્રીને એકાંતમાં આવીને ઉપલી વાત કહી ગયા..
ત્યાં ચાતુર્માસમાં શ્રીઠામસુત્રની દેશના દેવાઈ. કોઈ અવસરે પાલીના શ્રાવકો બહાર ગયા હશે. ત્યારે અમુક સમુદાયના સાધુઓની સાથે વાતચીત થતાં કહ્યું કે “અમારે ત્યાં શ્રીઠાણુંગસુત્ર વંચાય છે.” ત્યારે સાધુઓએ કહ્યું કે “તમે સાંભળનારા અને તે વાંચનારા, અને સરખા.” પછી જ્યારે અમુક સ્થળ ઉપર તે જ મુનિરાજે વિહારમાં આગમેદ્ધારકશ્રીને મલ્યા, ત્યારે તે મુનિરાજેએ ચેખા શબ્દોમાં કહ્યું કે અમે તમારા માટે આ રીતે બોલ્યા હતા. “ ખરેખર તમે વિદ્વાન છે.” - આવી રીતે જ્ઞાન–અભ્યાસ ધીરે ધીરે વધતો ચાલ્યો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com