________________
૫૮]
આગોદ્ધારક મં. દી. ધર્મશાળામાં સ્થિરતા તે પછીથી બાજીપુરામાં પ્રતિષ્ઠા પર પધારવા માટે વિનંતિ હતી. આથી શરીર અસ્વસ્થ આવી હોવા છતાં પણ ત્યાં જવાને ઉધમ કરાયો હતો અને ગયા હતા. ત્યાંથી પ્રતિષ્ઠા કરીને સુરત આવ્યા. ચાતુર્માસ સંવત ૨૦૦૨ અને ૨૦૦૩ માં નેમુભાઈની વાડીમાં કર્યું હતું. સંવત ૨૦૦૪માં ખેમચંદ મેલાચંદની ધર્મશાળામાં કર્યું હતું. સંવત ૨૦૦૫ ના કારતક વદિ ૩ના દિવસથી ઝવેરી મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લિંબડાવાળા ઉપાશ્રયે) સ્થિરતા કરી હતી.
શ્વાસના હલા સંવત ૨૦૦૨ની સાલથી શરીર પિતાને ધર્મ વધારેને વધારે બજાવતું હતું. દિનપ્રતિદિન શરીરની તાકાત ઘટતી જતી હતી. ગેસનું દર્દ વધતું જતું હતું. અને શ્વાસનું દર્દ પણ વધતું જતું હતું. સંવત ૨૦૦૫માં ઉપરાઉપરી અવારનવાર શ્વાસને હુમલો થત હતા. ઘડીઓ પણ ગણતી જતી હતી, પણ ધ્યેય તે એક જ રાખતા હતા કે મારી આરાધના ન બગડે. ડ્રાફટરને પણ તેજ વાત જણાવતા હતા “કે તેવે અવસરે મને સાવચેત કરી દેજો. સાધુઓને તેમજ ગૃહસ્થને પણ એજ સુચના આપતા હતા.
સંવત ૨૦૦૫ ના પિોષ વદિ-૫ ના દિવસે જીવલેણ હુમલો થયો હતો. તે પછીથી તેવા પર્વના દિવસે, તેવી આરાધનાની તિથિએ હાર્દિક હુમલાથી વ્યાપ્ત રહેતી હતી. તે પછીથી તેઓ સંથારાને આધીન થયા હતા, પણ જીદંગી સુધી વગર ટેકે કડક બેસવાની આદત જે હતી તે એમણે અત્યારે પણ કામ લાગતી હતી. બેઠા બેઠા શ્વાસના હુમલામાં શ્વાસ ૫સાર થતો હતે. હૃદયના એવા હુમલાની અંદર પણ બેઠા જ રહેતા હતા. હુમલો શાંત પડે કે પાછું સવારે ટેબલ ઉપર છાપું મુકીએ તે છાપું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com