________________
પદY
આગમ દ્વારક
પદવી પ્રદાન પિતાના પ્રથમ શિષ્ય વિગેરે કમૂનિરાજેને શ્રીભગવતિજીના યોગદ્વહન કરાવવાપૂર્વક પંન્યાસ પદવીઓ આપી હતી. તેઓશ્રીનાં શુભ નામે-(૧) શ્રીવિજયસાગરજી મહરાજ (૨) શ્રીમતિસાગરજી મહારાજ (૩) શ્રીઆનંદવિજયજી મહરાજ (૪) શ્રીપદ્મવિજયજી મહારાજ.
વળી બીજી વખતે શ્રીમાણેશ્વસાગરજી મહારાજ અને શ્રીમનેહરવિજયજી મહરાજને ભગવતીજીના યોગદ્વહન કરાવીને પંન્યાસ પદવી આપી હતી.
ભોયણી મુકામે પંન્યાસ માણેક્સસાગરજી મહરાજ પંન્યાસ મનેહરવિજયજી મહરાજ વિગેરેને ઉપાધ્યાય પદવી આપી હતી.
પાલીતાણા (સિદ્ધક્ષેત્ર) મુકામે સં. ૧૯૯૨ માં વૈશાખ સુદ ૪ના દિવસે ઉપાધ્યાય માણેક્સસાગરજી મહરાજ, ઉપાધ્યાય ઉમુદવિજયજી મહારાજ, પંન્યાસ ભક્તિવિજયજી મહારાજ અને પંન્યાસ પદ્યવિજયજી મહારાજને આચાર્ય પદવી-પ્રદાન કર્યું હતું અને પિતાના પટ્ટધર તરીકે આ. શ્રી માણેક્સસાગરસુરિજી મહરાજને સ્થાપ્યા હતા.
અમદાવાદ મુકામે સં. ૧૯૯૬ માં ગણિ શ્રી ક્ષમાસાગરજી મહરાજને પંન્યાસ પદવી આપી હતી.
સં. ૧૯૯૭માં પાલીતાણા મુકામે પંન્યાસ ક્ષમાસાગરજી મહરાજને ઉપાધ્યાય પદવી તથા મુનિશ્રીચન્દ્રસાગરજી મહારાજને ગણિ તથા પંન્યાસ પદવી આપી હતી.
સંવત ૧૯દમાં કપડવંજ મુકામે મુનિહેમસાગરજી મહારાજને શ્રીભગવતીજીના યોગદ્વહન કરાવવા પૂર્વક ગણિ અને પંન્યાસ પદવી આપી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com