________________
[૭૩
નંબર ૪ વાળા કવરમાંનો કાગળ શી કેસરીયાજી મહારાજની કીરપા હશે.
સવાસતી શ્રીપાજીના પ્રણમ્ય શ્રીલીમડી નગરે પરમ ઉપગારી બુદ્ધદાયક મુમતાંધકારતરણુ શ્રીશ્રી શ્રીશ્રીશ્રી મુનિ મહરાજ જવરસાગરજી - સાહેબજી વગેરે સર્વે મુની મહરાજ જેમ શ્રીરાજનગરથી લી. મનિકનકસાગરજીની વંદના ૧૦૦૮ વાર ત્રીકાળ અવધારશોજી. વિશેશ વિનતીપુર્વક લખવાનું કે આપની કીરપાથી હું મારા સંસારીપણાની માતા પીતા જેગુ પબ્લીક રીતે મુની મહારાજ સાહેબજી સીધીવીઝ સાહેબજીની સેવામાં હાજર થયો છું. તે આવી રીતે કે પ્રથમ મગનલાલે જમનાને કહ્યું કે આવી રીતે આપણે પાંચ વરસ ખોલ કરસ તો પણ પતો લાગવા દેનાર નથી. વળી મને ત્રીજા માણસ પાસે એકાંતે કહેવરાવ્યું છે કે જે તમે દિક્ષા ન મુકાવો તે અમારે કંઈ અમારે ચેલે કરવાની ગરજ નથી. તમારે ગમે તેને સુપ તો અમે બતાવીએ. તેવી રીતે કર્યું છે ત્યારે જમનાએ કહ્યું કે અમે વ્રત નહી મુકાવીએ. અમો સીધીવિજેજી મહારાજને સોપીએ. તેવી રીતે પહેલેથી સભાવચે વખાણમાં બન્ને જણે સીધી વીજે મહરાજજીને સોપવાનું કબૂલ કર્યું. ત્યારબાદ મગનલાલ ત્થા સાહેબજી સીધીવીજે તરફને સાવક બને જણ તમારી આગળ આવા મહારાજ સાહેબજીનો કાગળ લઈ x ૪૪ તારે તમેએ ખોરજ આંગણમાં હુઢીયાના ઘરે છે. તેમાં એક સુંઢીયાના સુના ઘરમાં બાર તાળુ અટકાવી રાખેલા તમારા માણસે સાથે આવીને સીધી વીજેજી મહારાજને માણસને સાથે તેડીને અને આવીને સભાવચે આજદીને વખાણ વચ્ચે સોપી તે વખત જમના પણ વિદ્યાશાળામાં હતાં. મગનલાલ જેઠ સુદ ૩ ના નીકલા ત્યાં આવ્યા હતા. એવી રીચે જુગતી કરીને આજદીને ભેગે થવો છું. તે આપણે ઉપગાર મારા જીવતા સુધી ભુલવા જેવો નથી કે આપણી કીરપાથી સંસારની તૃષ્ણાના દાવાનળમાંથી નીકળ્યો. વળી સર્વે વાતે શાંતી થઈ. તે સર્વ આપણે ઉપગાર મારા માથા ઉપર છે. વળી વિશેશે સદાય ઉપગાર કરસો. આપણું હેત ઘડી એક વીસરે તેવું નથી. જે જે કલાણ થયું તે સર્વ આપણું કીરપાથી થયું છે. વળી જમનાએ ત્થા મગનલાલે કહ્યું છે કે રૂપીયા અગીયાર મુંબઈગરા લહીયા પિપટને આપા છે તે લખામણીમાં વારી લેજે. મફતના રૂપીયા ખાઈ જાય તેમ થવું જોઈએ નહી. અમદાવાદથી ઉપર લખેલું ગામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com