________________
૪૬]
આગામે દ્ધારક પદવીઓ આગમ દ્વારકશ્રીને જન્મ મગનલાલ ભાઈના પત્ની જમનાબાઈની કુક્ષીએ સં. ૧૯૩૧ના અષાઢ વદિ ૦)) કપડવંજ મુકામે થયો હતો. લીંમડી મુકામે શાસન સંરક્ષક મુનિશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે સં. ૧૯૪૭ ના મહા સુદિ ૫ ના દીક્ષા અંગીકાર કરી હતી. મુનિ મહારાજ શ્રીનેમવિજયજી મ. અને આ ચરિત્રનાયકે પંન્યાસ શ્રીગંભીરવિજયજી મહારાજ પાસે યોગવહન કર્યા હતા. ભગવતીજીના ગવહન પણ તેઓશ્રીની પાસે જ કર્યા હતા. અમદાવાદ મુકામે સં. ૧૯૬૦ ના જેઠ સુદ ૧૦ના દિવસે પંન્યાસ પદવી થઈ હતી. (મુનિશ્રીનેમવિજયજી મ. તથા મુનિશ્રીમણિવિજયજી મ. અને આ ચરિત્ર નાયકની ત્રિપુટી કહેવાતી હતી.)
સુરત મુકામે આ. વિજયકમનસુરીશ્વરજી મહારાજે ૨૭ વર્ષના દીક્ષા પર્યાયે ૧૯૭૪ ના વૈશાખ સુદ ૧૦ ના દિવસે આચાર્ય પદવી આપી હતી. (અને સુરતમાં સં. ૨૦૦૬ ને વૈશાખ વદિ ૫ ને દિવસે બપોરે ૪-૩૨ મિનિટે સ્વર્ગવાસ થયો હતો.)
સંપાદન તેઓશ્રીને શાસનની એટલી બધી ધગશ હતી કે પૂર્વાચાર્યોના ગ્રંથ સાધુ સાધ્વીઓના વાચનના ઉપયોગમાં કઈ રીતે આવે અને વધારેમાં વધારે કઈ રીતે વાંચી શકે અને વાંચન કઈ રીતે સુલભ પડે? આ વિચારથી તેઓશ્રી સંપાદન કાર્યમાં જોડાયા. શરૂઆતમાં શ્રી જનધર્મપ્રસારકસંસ્થા દ્વારા સંપાદન કાર્ય ચાલુ થયુ. ૧૯૬૪માં શેઠદેવચંદલાલભાઈનપુસ્તકોદ્ધારક ફંડની સુરતમાં સ્થાપના કરી અને તે દ્વારા પૂર્વાચાર્યોના ગ્રંથનું સંપાદન કાર્ય શરૂ કર્યું. તે સંસ્થા આજે પણ નવા નવા ગ્રંથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com