________________
જીવનઝાંખી
[૪૭
છપાવી રહી છે. આજે એ સ્થાએ જ ન ધર બહાર પાડયા છે.
છપાવી રહી છે. આજે એ સંસ્થાએ ૧૦૯ નંબર બહાર પાડયા છે. એજ કામે શ્રી આગમેાદયસમિતિ, શેઠઋષભદેવકેશરીમલજીની પેઢી વિગેરે સંસ્થાઓ દ્વારા સંપાદન કાર્ય કર્યું હતું.
આગમ સંપાદન આગળ જણાવી ગયા તેમ આગદ્ધારકથી સમાજમાં સાધુ-સાધ્વીઓ વિગેરે શ્રુતજ્ઞાનને લાભ કઈ રીતે ઉઠાવે તેની તમન્નામાં હતા. તેમજ ભણવા આવનારને ભણાવવામાં તલ્લીન રહેતા હતા. આથી જ તે જ સંસ્થાઓની સ્થાપના થઈ હતી અને પુસ્તકોનું સંપાદન થતું હતું. પત્રકાર માટે સુપર-રોયલ ૧૨ પેઝની ગોઠવણી પણ તેમણે જ કરી હતી. આગમની વાચના આપવામાં હસ્તલિખિત પ્રતે મેળવવી એ મહામુકેલીનું કામ હતું. તેમાં વળી તેના અક્ષરે બેસાડવા એ તેથી પણ અઘરું કામ હતું. તેથી આગદ્ધારકીએ પ્રતે છપાવવાનું કાર્ય શરૂ કર્યું હતુ અને આગમને છપાવવાને માટે અને વાચા આપવા માટે ભોયણી મુકામે વિ. સં. ૧૯૭૧માં મહા સુદિ ૧૦ સોમવાર તા. ૨૫-૧-૧૯૧૫ના સમિતિ નીમાઈ હતી. તેનું નામ શ્રીઆગમેદયસમિતિ રાખવામાં આવ્યું. તે દ્વારા આગમે છપાતા ગયાં અને પાટણ વિગેરે સ્થળે થઈને ૭ વાચનાઓ અપાઈ. જેની નેધ મૃતઉપાસના પ્રકરણ ૮ માં આપી છે.
આગમાદારક આગમનું વાંચન કઈ રીતે વધે તે તેમને મુખ્ય મુદે હતો. તેથી આગમાં છપાયાં, અને આગમાની વાચનાઓ આપી. આથી ભૂતકાળના શ્રીદેવર્ધિગણી ક્ષમાશ્રમણ વિગેરેની સ્મૃતિ તાજી થતી હતી. તેઓ આ કાળમાં આગમોનું જબ્બર જ્ઞાન ધરાવતા હતા, તેથી તેઓશ્રીનું શ્રીઆગોદ્ધારક એવું બિરૂદ રૂઢ થઈ ગયું હતું. આથી તેઓશ્રીને આગમેદ્ધારક નામથી અન્ને સંબોધીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com