________________
જીવનઝાંખી
[૪૩
કેસ ચાલ્યો હતો અને તેમણે નિડરપણે જવાબ દીધા હતા. છેવટે કોર્ટના ચુકાદાના આધારે તેમને સાધુ વેષમાં વાલીની પાસે કપડવંજમાં રહેવું પડયું હતું. અને તથાવિધ સંજોગોને આધારે વેષ મુકવો પડયો હતો, પણ ૧૯૪૭ ના મહા સુદિ ૫ ના દિવસે ૧૩ વર્ષ ૪ માસ ૫ દિવસની ઉંમરે લીમડી મુકામે મુનિ મહારાજ શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. અને “આનંદસાગરજી એવું નામ રાખ્યું હતું. તે વખતે માતાના કકળાટની ખાતર તેમણે છુપા રાખવામાં આવ્યાં હતા અને તેમનું “આત્માનંદી' એવું નામ બહારના વ્યવહારની ખાતર રાખવામાં આવ્યું હતુ. (આ વાત જણાવનારા પત્રો તે સમયના હજુ વિધમાન છે.) જેને અમુક ભાગને બ્લેક આ પુસ્તિકામાં આપવામાં આવ્યો છે.
ગુરુ વિયોગ
અમુક મહિનાઓ ગુરૂમહરાજે મુનિકમળવિજયજી મ. લબ્દિવિજયજી મ. વગેરેની સાથે રાખ્યા હતા. પછીથી ધીરે ધીરે વાતાવરણ શાંત બનતાં ગુરૂમહારાજે તેમને પોતાની પાસે રાખ્યા હતા. વ્યાકરણ વિગેરેને અભ્યાસ પહેલી દીક્ષાથી જ ચાલુ કર્યો હતો. ચાતુર્માસ ગુરૂમહારાજની સાથે જ રહ્યા હતા. ગુરૂમહારાજની તબીયત ધીરે ધીરે બગડતી ગઈ હતી. સંવત ૧૯૪૮ના માગસર સુદ ૧૧ના દિવસે ગુરુ મહરાજ સ્વર્ગવાસ થયા હતા. એટલે તેમણે દીક્ષાના ૯ મહિનાની અંદર ગુરૂમહારાજને વિયોગ થયો પણ ગુરૂમહારાજની હિત શિક્ષા અંતરમાં ઘણી જ ઉતરી હતી.
પિતાની ભણવાની ખંત અને ઉધમના પ્રતાપે અભ્યાસ સાર કરતા હતા. ૩ વર્ષના થોડા જ દીક્ષા પર્યાયમાં તેમણે વાંચનકળા સારી વધારી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com