________________
શ્રતઉપાસના પ્રકરણ ૧
[૫૭ કરવામાં આવી છે. પૂજામાં બંધને કહેનારાને બંધના હેતુમાં આ બંધને હેતુ ગણાવ્યું છે, કે નહિ તે પ્રશ્ન કરીને નિરૂત્તર કર્યો છે. તેથી દ્રવ્ય પૂજા સાધુઓ નથી કરતા (દ્રવ્ય પૂજા કરવાને આચાર સાધુઓને નથી પણ શ્રાવકને આચાર છે, તેથી બહુ નિર્જરાવાળી દ્રવ્ય પૂજા શ્રાવકે કરવી જોઈએ. આ વિષય આ ગ્રંથને છે.
(૧૩૫) પ્રતિમાશતકટિમ્પણ (અપૂર્ણ) . સં., ટિપ્પણ, ગ્રં. ૪૦, ૨.સં. ૧૯૮૩.
ઉપાધ્યાય શ્રીયશવિજયજી મહારાજે જે પ્રતિમાશતક નામનો ગ્રંથ બનાવ્યો છે, કે જેની અંદર પ્રતિમાની સિદ્ધિ કરવામાં આવી છે, તેનું ટિમ્પણ કરવાની શરૂઆત આ ગ્રંથમાં કરાઈ છે. પણ તે અધૂરો રહ્યો છે.
(૧૩૬) પ્રમાણુપ્રમેયવિચાર સં., ૫. ૨૯, ગ્રં. ૩૧, ૨. સં.૧૯૮૩.
પ્રમાણ કેને કહેવું અને પ્રમેય શું ? તે વાતને આમાં જેનદષ્ટિએ વિચાર કરાયો છે.
(૧૩૭) ફલપ્રાપ્તિરીતિ સં, ૫. ૨૮, ગ્રં. ૨૮, ૨.સં. ૨૦૦૬.
જીવને કર્મ ફળ કેમ આપે છે ? સુખ દુઃખ વગેરેનું જે વિચિત્રપણું છે, તેમજ જે કર્મનું ફળ મળે છે, તે જીવના પિતાના કરેલા પૂર્વના કર્મના ચગે તે તે ફળ મેળવે છે. તેનું આ પ્રકરણમાં સમર્થન કરાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com