________________
૮૦]
પ્રકરણ ૧ આગાદ્વારકની ખરતરે સ્ત્રીને જિનપૂજાનો નિષેધ કરે છે, તે વ્યાજબી નથી. દ્રૌપદી અને સૂર્યાભ દેવતાના દ્રષ્ટાંતથી અને શાસ્ત્રના પ્રમાણેથી સાબીત કરાઈ છે કે સ્ત્રી પણ જિનપૂજા કરી શકે છે.
(૧૪) સ્થાપનાન્ચઢાત્રિશિકા ' યાને પ્રતિમાપૂજા સં, ૫. ૩૩, ગ્ર. ૩૪, ૨.સં. ૨૦૦૫.
તીર્થકર ભગવાનની પૂજા દ્રવ્ય જીવની વિરાધના હોવા છતાં સમ્યકત્વને કેવી રીતે ઉત્પન્ન કરે છે, તે વાત આ ગ્રંથમાં પ્રતિપાદન કરાઈ છે.
(૧૫) સ્થાપનાવિચાર યાને પ્રતિમાષ્ટક સં, પ્ર. ૮, ચં. ૧૭, ૨.સં. ૧૯૮૩.
જેવી રીતે સ્ત્રીના ચિત્રથી વિકારનો સંભવ છે, જેવી રીતે નારકીની આકૃતિઓથી ભય ઉત્પન્ન થાય છે, તેવી રીતે જિનેશ્વરની આકૃતિથી ધર્મની પ્રાપ્તિ કેમ ન થાય? પરંતુ જેઓ સ્થાપના નથી માનતા તેઓને પ્રતિમા નહીં માનવાને આ પ્રલાપ છે એમ જણાવી, આને ઉપસંહાર કરી મૂર્તિની પ્રતિમાની સિદ્ધિ કરવામાં આવેલી છે.
(૧૬) સ્થાપનાસિદ્ધિ યાને ગુરુસ્થાપનાસિદ્ધિ સં, ૫. ૯, ચં. ૯, ૨.સં. ૧૯૮૪.
આચાર્યને અંગે અક્ષાદિની જે સ્થાપના કરાય છે તે વ્યાજબી છે. એટલું જ નહિ પણ ગુરૂના વિરહમાં
સ્થાપના કરવી જ જોઈએ, એમ આ ગ્રંથ પ્રતિપાદન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com