________________
૭૮]
પ્રકરણ ૧ આગમખ્વારકની તીર્થંકર પરમાત્માની પૂજાને ઉદ્દેશીને ઘટાવવું, તેવી રીતે આગળ વર્ણન કરવા માટે આ ગ્રંથની શરૂઆત થઈ છે, પરંતુ અડતાલીશમું પદ્ય આવતાં એ અધૂરે રહ્યો છે.
(૨૦૮) સુખદુ:ખવેદન સં, પ. ૪૨, ચં. ૯, ૨.સં. ૧૯૮૩.
આસ્તિકમતવાળાએ ધર્મથી સુખ થાય એમ માને છે, પણ ધર્મના ફળને આપનાર તે ઈશ્વરને જ જણાવે છે. પરંતુ એમ જે માનવું તે હેતુ યુક્તિથી ઘટતુ નથી, એટલે સુખ ને દુઃખને કર્તા જીવજ છે અને તેને અનુભવવાનું પણ જીવને જ છે. એમ આમાં સાબીત કરાયું છે.
(૨૦૯) સૂતકનિર્ણયપંચવિંશતિકા સં, ૫. ૨૬, ગ્રં. ૨૭, ૨.સં. ૧૯૮૪.
દેવની પૂજા પવિત્ર થઈને કરવી જોઈએ, કારણકે દ્રવ્યશુદ્ધિ વગર ગૃહસ્થને ભાવશુદ્ધિ નથી. તેવી જ રીતે સ્વાધ્યાય વિગેરેમાં પણ અશુચિ એ અસ્વાધ્યાયનું કારણ છે અને લેહ વિગેરે પુગલો એ અશુચિનું કારણ છે એમ જણાવી, સૂતક થાય કે નહિ તે વાત આ પ્રકરણમાં જણાવી છે.
(ર૧૦) સૂર્યોદયસિદ્ધાન્ત યાને સૂર્યોદયવિચાર સં, લેખ, ચં. ૭૦, ૨.સં. ૨૦૦૪.
જીનેશ્વર ભગવાનના દર્શનમાં સૂર્યોદયથી લઈને તિથિ શા માટે માનવી પડે છે? તે વાત આ ગ્રંથમાં શાસ્ત્રના પ્રમાણેથી વિચારાઈ છે. અન્યદર્શનીઓ અ૫રાહ, મધ્યાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com