________________
યુતઉપાસના પ્રકરણ ૧
[૮૧. (૨૧૭) સ્થાપનાસિદ્ધિષષ્ટિક
યાને પ્રતિમાપૂજાસિદ્ધિ સં, ૫. ૬૧, ગ્રં. ૬૧, ૨.સં. ૧૯૮૪
જેઓ સ્થાપના નથી માનતા તેઓ મૃત સાધુઓને મહોત્સવ કઈ રીતે કરે છે? તે આ પ્રકરણમાં તેમને પ્રશ્ન કરાય છે. તીર્થંકર પરમાત્માના તે નામ વિગેરે ચારે નિક્ષેપ વંદનીય છે અને પ્રતિમા એ તે સ્થાપના નિક્ષેપ છે. તેથી સ્થાપના તે માનવી જ જોઈએ. દશવૈકાલિકના કરતા સંભવસૂરિ, તેવીજ રીતે આદ્રકુમાર પ્રતિમાને જોઈને પ્રતિબંધ પામ્યા છે. આથી સ્થાપના માનવીજ જોઈએ. શાસ્ત્રોમાં પણ જંઘાચારણ મુનિએ પ્રતિમાના વંદન માટે ગયા છે. તેમજ દ્રૌપદીને અધિકાર જ્ઞાતાજીમાં પ્રતિમા પૂજાને જણાવે છે. તેથી સ્થાપના સિદ્ધ જ થઈ • જાય છે. સ્થાપના સિવાય તે અક્ષરને આકાર પણ માની શકાય તેમ નથી.
(૨૧૮) સ્થાપનાસિદ્ધિડિશિકા સં., ૫, ૧૬, ગં. ૧૭, ૨.સં. ૧૯૮૩.
આચાર્યની સ્થાપનાની આવશ્યક્તા છે કે નહિ તે વાત આ પ્રકરણમાં જણાવાઈ છે. જે સ્થાપના ન કરાય તે ગુરૂ સ્થળાંતરે હોય તો ક્રિયાને અભાવ પ્રાપ્ત થાય. ચૂર્ણકાર વિગેરે શું માને છે એ વિગેરે જણાવીને ગુરૂના અભાવે સ્થાપના કરવી જ જોઈએ, તે વાત આ પ્રકરણમાં સિદ્ધ કરાઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com