________________
પ્રકરણ ૭
આગામોદ્ધારક સંપાદિત શ્રીઆગમરત્નમંજૂષા-શ્રી શીલેકીગમ-શ્રીતામ્રપત્રાગામ
શ્રીઆગમરત્નમંજૂષા-શ્રીવર્ધમાનજેનાગમમંદિરની શરૂઆત થતાં, તેમાં આરસની શીલાઓમાં આગમ કરાવવાના હેવાથી, તેના અંગે શરૂઆતમાં આગમ મૂલમાત્ર, એક ઈંચની બે લાઈન અને એક ઈંચના ત્રણ અક્ષરે, એ પદ્ધતિએ આદિમાં છપાવાયા. તે બધા નિર્યુક્તિઓની સાથે “૧૭૪૨૭” અને “૧૭૪૩૦” ની સાઈઝમાં લેજર પેપરમાં છપાવવામાં આવ્યા હતા. તેની શ્રીઆગમરત્નમંજૂષા કહેવાઈ. આમાં શરૂઆતમાં શ્રીઆચારાંગ આદિ પાંચ નિયુક્તિઓ અને સિદ્ધપ્રાભૂત, પછીથી ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદ, ૪ મૂળ, ૧ નંદી અને ૧ અનુયોગદ્વાર મૂળ લેવાયાં છે. તેમાં પન્ના પછી શ્રાદ્ધપ્રતિકમણસત્ર પણ લેવામાં આવ્યું છે. જો કે શ્રીકર્મપ્રકૃત્તિ વિગેરે ૭ મૂળ શીલામાં લેવામાં આવેલાં છે પણ તામ્રપત્રાગમમાં લેવામાં આવેલાં નથી. તેમ જ મંજૂષામાં પણ લેવામાં આવ્યાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com