________________
પ્રકરણ ૧
આગમોદ્ધારકની સમીગામમાં આવેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનની આમાં સ્તવના કરવામાં આવી છે. (૧૯૩) સમ્યક્ત્વભેદતત્ત્વાર્જિશિકા
યાને સમ્યક્ત્વભેદવિચાર સ, પ. ૩૮, ગ્રં. ૩૮, ૨.સં. ૨૦૦૬.
શાસ્ત્રની અંદર સમ્યફત્વના રૂચિ વિગેરે શબ્દ વડે કરીને જે દશ ભેદ વર્ણવાયા છે, તે દશ ભેદનું આમાં પ્રતિપાદન કરાયું છે. તેવી રીતે કારક વિગેરે ભેદ, તેમજ સાયિક વિગેરે ભેદે પણ સમ્યક્ત્વના માન્યા છે. એમ આ ગ્રંથમાં પ્રતિપાદન કર્યું છે.
(૧૯૪) સમ્યક્ત્વભેદનિર્ણય યાને સમ્યક્ત્વભેદા સં., પ. ૩૦, ગ્રં. ૩૧, ૨.સં. ૧૯૮૪.
સમ્યકત્વના સડસઠ ભેદો છે તેમ જણાવી, સમ્યકત્વ કઈ રીતે આત્મામાં ઉત્પન્ન થાય તે વાત જણાવી, સમ્યફત્વના સડસઠ ભેદનું આમાં વર્ણન કરાયું છે.
(૧૫) સમ્યક્ત્વષેડશિકા સં., પ. ૧૬, ગં. ૨૨, ૨.સં. ૧૯૬૮
શ્રીઉવવાઈ, શ્રીઉત્તરાધ્યયન અને ચોગશાસ્ત્રમાં શ્રદ્ધાનું લક્ષણ જે ભિન્ન પડે છે એમ દેખાય છે, તેની આ પ્રકરણમાં સુસંગતતા કરવામાં આવી છે.
(૧૯૬) સલક્ષણાનિ સં., પ. ૧૩, ગ્રં. ૧૩, ૨.સં. ૧૯૮૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com