________________
[૭૧
મુતઉપાસના
પ્રકરણ ૧ ગ્રંથમાં વિચરાઈ છે. ધર્મનું ઉત્કૃષ્ટ મંગળપણું અને ધર્મઅહિંસા, સંજમ, અને તપ એ રૂપ છે તેનું, તેવી જ રીતે કંધ વિગેરેનો અભાવ વર્ણન કરીને મોક્ષનો માર્ગ કર્યો છે તે જણાવાયું છે તેવી રીતે કામે શ્રવણ ધર્મનું મુખ્ય સ્વરૂપ જે અહિંસા, સંજમ અને તપ તેને ઓળખાયું છે અને તેજ સાધુપણું છે એમ જણાવ્યું છે. ઉપર જણાવેલા વિષયનું સવિસ્તર વર્ણન આ ગ્રંથમાં કરાયેલું છે.
(૧૮૩) શ્રમણ શ્રાદ્ધદિનચર્યા (અપૂર્ણ) સં., પ. ૪૦૫, ગં. ૪૯૦, ૨.સં. ૧૯૮૪.
સાધુઓનું દિવસનું કર્તવ્ય, તેમ જ સાધુ અને શ્રાવકના છ આવશ્યકેનું વર્ણન શરૂ કરવામાં આવ્યું છે. પાછલી રાત્રિએ ઊઠતી વખતે સાત નવકાર ગણી, પછી ઈરિયાવહીને કાઉસગ કરે. એવી રીતે આખીયે સાધુની દીનચર્યા જણાવેલી છે. ગોચરી કેવી રીતે લાવવી, કેવી રીતે વાપરવી, તે વિગેરે જણાવ્યું છે. તેમ બેતાલીશ દેશોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. થંડીલ શુદ્ધિનાં પણ ભાંગાઓ વર્ણન કર્યા છે. વિહારનું કૃત્ય પણ તેજ રીતે સાધુનું વર્ણન કરાયુ છે. એમ વર્ણન કરતાં કરતાં યાવત્ વર્ષાક૯૫ એટલે વર્ષા ઋતુ જુદા જુદા તપ વડે કરીને વ્યતિત કરવી જોઈએ. એમ પંચક પંચક વૃદ્ધિને વિષય શરૂ કરતાં આ ગ્રંથ અધુરે રહ્યો છે એટલે શ્રાદ્ધ દિનચર્યા રચી શકાઈ નથી.
(૧૮૪) શ્રમણે ભગવાન્ મહાવીર સ, લેખ, ગ્રં. ૬૬૫, ૨.સં. ૨૦૦૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com