________________
૨૬]
પ્રકરણ ૧ આગમ દ્વારકની (૩૪) ઈર્યા પથિકાનિર્ણય સં., લેખ, ગં. ૯૦, ૨.સં. ૧૯૮૪.
આવશ્યક વિગેરેની શરૂઆતમાં ઈરિવહિયા કરવી જોઈએ, તે વાત આ પ્રકરણમાં શાસ્ત્રના પ્રમાણે આપીને સાબિત કરાઈ છે.
(૩૫) ઉત્સપણાથવિચાર સ, ૫. ૧૧, ગ્રં. ૧૫, ૨.સં. ૧૯૮૩.
કાશીવાળા ધર્મવિજયજી વિગેરે મુનિઓએ જીનેશ્વર ભગવાનની પૂજા વિગેરેમાં બેલાતી બેલી એ શાસ્ત્ર સંમત નથી એમ જે વાત જણાવી છે, તે વાત શાસ્ત્ર વિરૂદ્ધ છે. શાસ્ત્ર સંમત તે ઊત્સર્ષણ એટલે બેલી બેલવું તે છે, એમ આ ગ્રંથમાં જણાવ્યું છે. (૩૬) ઉસૂત્રભાષણફલ યાને ઉસૂત્રભાષણવિમર્શ સં., લેખ, ગં. ૧૧૭, ૨.સં. ૨૦૦૩.
સૂત્રના પદ કે અક્ષરને નહિ અંગીકાર કરનાર ઉસૂત્રભાષક કહેવાય, એમ જણાવી ઉત્સુત્રપ્રરૂપકને કેટલો સંસાર તે વાત આ પ્રકરણથી સાબિત કરાઈ છે.
(૩૭) ઉઘમપંચદશિકા સં, ૫. ૧૫, ગં. ૧૫, ૨.સં. ૧૯૮૩.
કાળ સ્વભાવ વિગેરે પાંચ કારણો જીનેશ્વર ભગવાનના શાસનમાં માનેલાં છે, છતાં પણ કલ્યાણ માટે ઉદ્યમ
કરવાની જરૂર છે, તે વાત આ ગ્રંથમાં પ્રતિપાદન કરાઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com