________________
[૨૧
મૃતઉપાસના
પ્રકરણ ૧ આ રચના શંકા ઉઠાવીને કરવામાં આવેલી છે, આર્ય રક્ષને આર્ય રક્ષિત એ જે ભેદ છે, તેનું નિરસન કરવા માટે આર્ય રક્ષિતજી કયા તે વાત પણ બીજા બીજા પુરાવાઓથી આમાં સિદ્ધ કરાઈ છે.
(૩૧) ઈડરનગશાન્તિનાથસ્તવ સં, ૫. ૧૫, ગ્રં. ૩૨, ૨.સં. ૧૯૮૪.
ઈડરમાં આવેલા પર્વત ઉપર શ્રી શાંતિનાથભગવાનનું જે બાવન જીનાલય છે, ત્યાં બિરાજમાન મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાનની આ પ્રકરણમાં સ્તવના કરવામાં આવેલી છે.
(૩ર) ઇર્યાદ્વાપંચાશિકા સં., પ. પર, ગં. ૬૨, ૨.સં. ૧૯૮૨.
ખરતર જયમે ઈરિયાવહિયા સંબંધમાં ઉપાટ ધર્મસાગરજી મ. ના લખાણનું ખંડન કર્યું છે, તેને આમાં રદીયે આપેલ છે. અર્થાત્ જયસોમે જે ઈરિયાવહિયા ઉઠાવી છે, તે વ્યાજબી નથી. એમ આ પ્રકરણમાં હેતુ યુક્તિ પૂર્વક સાબિત કરવામાં આવ્યું છે.
(૩૩) ઇપથપરિશિષ્ટ સં, લેખ, ગં. ૪૮, ૨.સં. ૧૯૮૪.
સામાયિક વિગેરે કરવામાં ઈરિયાવહિયાની પ્રથમ જરૂર છે. તે વાત આ પ્રકરણમાં શાસ્ત્રના પાઠે આપી પ્રશ્નોત્તર રૂપે સાબિત કરાઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com