________________
૩૨]
પ્રકરણ ૧
આગમ દ્વારકની કઈ રીતે ઘટે ? તેની સાથે તીર્થકરના જન્મ માટે “રાજ્ય ઋદ્ધિને ભેગવતા એવાને ત્યાં જન્મ થાય એમ જે વાત છે, તેને વિરેજ આવે. આથી ગર્ભને અપહાર કરે એ માનવું જ પડે. તે વાત આ પ્રકરણમાં સાબીત કરાઈ છે.
(૫૬) ગર્ણ કૃત્યવિચાર સં., પ. ૫૩, ગ્રં. ૬૫, ૨.સં. ૧૯૬૮.
ગટ્યકૃત્ય એટલે નિંદનીય કામ કોને કહેવાય? તે વાત આ પ્રકરણમાં વિચારાઈ છે. તેમજ કઈ કઈ વસ્તુઓ ગર્ધકૃત ગણાય તે પણ આ પ્રકરણમાં પ્રતિપાદન કરાયું છે.
(૫૭) ગુણગ્રહણશતક સં, ૫. ૧૦૨, ચં. ૧૨૦, ૨.સં. ૧૯૬૮.
ગુણ અને ગુણુઓની સ્લાધા-પ્રશંસા કરવી જોઈએ. ગુણને અનુરાગ કરવાવાળા જ પાપને ક્ષય કરી ગુણેને મેળવે છે. દુષ્ટની નિંદા કરનારા એ કર્મના ભાગી થાય છે. અવગુણ જણાવવા જેવો છે, પણ અવગુણુની નિંદા કરવા જેવી નથી. ગુણીની પ્રશંસા કરવાવાળે સંસારના છેડાને પામી શકે છે, પણ અવગુણની નિંદા કરનારે રખડપટ્ટીએ ચડે છે. ઉપર જણાવેલ આ પ્રકરણને વિષય છે.
(૫૮) ગુરુમાતામ્ય સં, પ. ૩૭, ગૃ. ૩૭, ૨.સં. ૧૯૮૪.
ગુરૂઓ ભવ્ય પ્રાણીઓ ઉપર કેવી રીતે ઉપકાર કરે છે, અને ભવ્ય પ્રાણી કેવી રીતે ગુથી લાભ મેળવે છે, તે વાત આ પ્રકરણમાં ચર્ચાઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com