________________
પ્રકરણ ૧ આગમ દ્વારકની (૮૫) દાનાદિધર્મવિચાર યાને દાનધર્મ સં, ૫. ૫૪, ગ્રં. ૬૦, ૨.સં. ૧૯૮૪.
સાધુ અને શ્રાવકના ધર્મને ભેદ જણાવી, ધર્મના દાન વગેરે ચાર ભેદે જણાવી, ગૃહસ્થને દાન મુખ્ય છે એમ જણાવી, દાન વિગેરે ધર્મોનું આમાં વર્ણન કરાયું છે. પણ વિશેષ પ્રકારે દાન ધર્મને આમાં ચર્ચાઓ છે.
(૮૬) દિગબરમતનિરાશ સં., ૫. ૧૯, ગં. ૨૮, ૨.સં. ૧૯૮૩.
દિગંબરોએ જે આચરણ કર્યું છે, તે જીનકલ્પ નથી પણ નમ્રપણું છે. સચેલકપણું એ મોક્ષમાં બાધક જ છે, એ વાત વ્યાજબી નથી. કારણ કે સ્વલિંગ, ગ્રહીલિંગ વિગેરેથી મેક્ષપણું તો કહેલું જ છે. “નગ્નપણાના અભાવને લીધે સ્ત્રીને મુક્તિને અભાવ છે,” એ જે તારે કહેવું પડયું છે તે ઉચિત નથી. એમ આ ગ્રંથમાં જણાવાયું છે.
(૮૭) દુપ્રતિકારવિચાર સં., ૫. ૩૭, ચં. ૪૨, ૨.સં. ૧૯૬૮.
માતા પિતા એ દુપ્રતિકાર છે. તે વાત આ પ્રકરણમાં વિચારાઈ છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ પણ માતા પિતા જીવતાં છતાં દીક્ષા નહિ લેવાનો અભિગ્રહ કર્યો હતો. માતા પિતાને ત્રણે સંધ્યાએ નમન કરવું જોઈએ. પિતા પુત્ર સાથે દીક્ષા લીધી હોય તે પિતાને વડીલ કરવા તે પણ એજ હેતુ માટે છે. એ રીતે દુપ્પતિકારપણું આ પ્રકરણમાં સાબીત કરાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com