________________
૧૬]
પ્રકરણ ૧ આગમ દ્વારકની (૩) અધ્યક્ષેપચેગિતાડશિકા સં, ૫. ૧૬, ગં. ૧૬, ૨.સં. ૨૦૦૬.
કાળ સ્વભાવ વગેરે જીવને જ અનુભવમાં છે. સુખ દુઃખ વગેરે જીવને પ્રત્યક્ષ છે. દાન વગેરે પણ સુખનાં સાધને આત્માને છે. હિંસા વગેરે દુઃખનાં સાધને છે અને કર્મનાં સાધનોનો ત્યાગ કરવાથી આત્મા મોક્ષ મેળવે છે. એ પ્રકારે આત્માનુભવ ગમ્ય એવા સિદ્ધ વિગેરે પદાર્થનું વર્ણન કરવાથી અધ્યક્ષ પદાર્થ જણાવનાર જૈનદર્શન જ છે, તેમ આ પ્રકરણમાં પ્રતિપાદન કરાયું છે.
(૪) અનતાથષ્ટક સ, ૫. ૮, ગ્રં. ૮, ૨.સં. ૨૦૦૫.
સૂત્રનાં જે જે વાક્યો છે, તે તે વાક્યો અનન્ત અર્થમય છે. તેની આ અષ્ટકની અંદર સંગતિ કરવામાં આવેલી છે.
(૫) અનાનુગામિકાવધિવિચાર સં, પ. ૩૧, ગં. ૩૧, ૨.સં. ૧૯૮૪.
અવધિજ્ઞાનના ભેદોની અંદર અનાનુગામિક જે અવધિજ્ઞાનને ભેદ કહેવાય છે, તેનું આ પ્રકરણમાં વર્ણન કરાયું છે.
(૬) અનુકરણુસંચય યાને સદનુકરણ સં., ૫. ૧૩, ઘં. ૧૩, ૨.સં. ૨૦૦૬.
રાત્રિકપ્રતિકમણમાં મહાવીર ભગવાને છ માસ તપ કર્યું હતું તેમ વિચારાય છે. ભગવાને દેશના દીધી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com