________________
મૃતઉપાસના
ભૂમિકા
ધ્યાનસ્થસ્વગત આગદ્ધારક આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજે જે શ્રુતજ્ઞાન મેળવ્યું હતું, તે શ્રુતજ્ઞાન ભાને ઉપકાર કરનાર થાય, એ મુદ્દાએ પોતે મેળવેલા શ્રતને અક્ષરની ગોઠવણી આત્મક ગ્રંથરૂપે સંકલનાએ કરી, ઉપદેશ આપ્યા અને શાસ્ત્રો છપાવ્યાં. એમ ભવ્યને ઉપકાર કર્યો. આવા શ્રુતજ્ઞાનના ઉપાસકની મુતઉપાસના યાને સાહિત્યસેવા આ પુસ્તિકાથી જણાવું છું.
આ પુસ્તકની આદિમાં આગામોદ્ધારકનું ચરિત્ર અપાયું નથી કારણ કે ચરિતાનુંવાદ આગળ આપવાનું છે. અત્રે તો આગમોદ્ધારકે શ્રત કયા પ્રકારે મેળવ્યું અને કઈ રીતે મૃતની ઉપાસના કરી તે વાત જણવવાની છે.
આગમ દ્વારકની મૃત જીવન ઝરમર શ્રુતઉપાસનાને ઉદ્દેશીને આગદ્ધારકના જીવન અંગે.
મૂર્તિના લોપક ઢંઢક મતની સામા સિંહના જેવાનિડર વાદી શ્રીઝવરસાગરજી મહારાજના આગમેદ્રારકશ્રી શિષ્ય હતા.
ગરવિ ગુજરાતના ખેડા જીલ્લાના કપડવંજ ગામના ગાંધી મગનભાઈના ચિરંજીવી આ કૃતઉપાસક હેમચંદ ભાઈએ સંવત ૧૯૪૭ ના મહા સુદી ૫ ના દિવસે લિંબડી મુકામે શ્રીઝવરસાગરજી મહારાજ પાસે સંયમ અંગીકાર કર્યો અને શ્રીઆનંદસાગરજી એવું શુભ નામ રાખવામાં આવ્યું. અને તેઓશ્રીને આગમેદ્ધારક તરીકે સંબોધવામાં આવે છે.
ગુરૂ મહારાજ પાસે વિનય અને વૈયાવચ્ચ દ્વારા તેઓ જ્ઞાન મેળવતા હતા. ગુરૂ મહારાજે હિતશિક્ષા આપવા પૂર્વક અભ્યાસ કરાવ્યો હતો. બીજે જ વર્ષે એટલે દીક્ષા પર્યાયના બાર માસ પહેલાં જ ગુરૂ મહારાજને સ્વર્ગવાસ થયે એટલે “ જાત મહેનત જીન્દાબાદ”ને કેરડો એમને લાગુ પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com