Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
17
સમજાવી રહ્યા ન હોય !. ગુરુભક્તિ ઉપરાંત સંઘભક્તિ પણ આ દુષ્કર કાર્યને સુકર બનાવનાર નિવડી હોય, તો ના પાડી શકાય નહિ. આ ગ્રંથ ચતુર્વિધસંઘને અને તેમાં પણ ખાસ કરીને શ્રમણ-શ્રમણી વર્ગને પોતાની સાધનામાં એટલો બધો ઉપકારક છે કે વર્તમાન પડતા કાળમાં આવા એક ગ્રંથનો સ્વાધ્યાય ઘણો આવશ્યક છે. પૂર્વમહર્ષિઓના ઉત્કૃષ્ટ જીવનનો સાક્ષાત્કાર કરાવવાની સાથે સાધુપણું નિરતિચારપણે પાળના માટે અને તેમાં પ્રવેશ પામતા દોષોથી બચવા માટે આ ગ્રંથ સાચું માર્ગદર્શન આપે છે, એક સાચા ગુરુની ગરજ સારે છે. આ ગ્રંથના અધ્યયનથી મુનિજીવનમાં ભાષાંતરકારને અપૂર્વ પ્રેરણા મળેલી હોઈ સકલ સંઘને પણ તે પ્રેરણા મળે. સંયમના ખપી એવા સાધુ-સાધ્વી વર્ગને શાસ્ત્રોક્ત જીવન જીવવા માટેનું સુંદર માર્ગદર્શન મળે, એવા ઉદાત્ત આશયથી આ ગ્રંથના અનુવાદનું કામ આરંભેલું, તે સતત પ્રયત્નના પરિણામે આજે પૂર્ણ થયું છે. તેની પાછળ એ ઉદાત્ત ભાવનાનું બળ અને સંઘભક્તિના ભાવનો પ્રભાવ પણ કામ કરી ગયેલ છે, એમ માનવું પડે છે.
આ ગ્રંથના પહેલા ભાગનો અનુવાદ ખૂબ રસપૂર્વક વંચાઈ રહ્યો છે. ગૃહસ્થ જીવનનું ધોરણ ઉંચું લાવવા માટે તે ઘણું અગત્યનું વાંચન પૂરું પાડે છે. સાધુ-સાધ્વીઓનું જીવન ધોŘણ અર્થાત્ શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણનું પ્રમાણ ઉંચું લાવવાની સૌથી વધુ અગત્ય છે. તેમાં આ બીજા ભાગનો અનુવાદ તેના વાંચનદ્વારા સારો ફાળો આપશે. એમાં જરાપણ શંકા નથી.
ટિપ્પણોમાં વિસ્તારવા જેવી જે વાતો છે, તેનો યોગ્ય વિસ્તાર થયો છે. કેવળ ગ્રંથ લગાવવા માટે જ નહિ પણ ગ્રંથમાં આપેલા પદાર્થોને હૃદયંગમ કરાવવા માટે જે યુક્તિઓ જોઈએ, તે પણ વર્તમાન યુગને અનુરૂપ અપાણી છે.
અનુવાદ અને ટિપ્પણો લખવાના આ કાર્યમાં અનેક ત્રુટિઓ રહી ગઈ હશે, તેને બહુશ્રુત પુરુષો ક્ષેતવ્ય ગણશે. આ કાર્યની પાછળ સેવાયેલી દીર્ઘ પરિશ્રમનો લાભ લંઘમાં વધુને વધુ લેવાય એ માટે સૌ કોઈ પોતપોતાથી બનતું કરશે, એવી આશા સાથે વિરમીએ છીએ. પ્રથમ શ્રાવણ વદ ૮, વિ. સં. ૨૦૧૪.
નવા ડીસા જૈન ઉપાશ્રય.
-
વ્યાખ્યાનવાચસ્પતિ
પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણચંચરીક પં. ભદ્રંકરવિજય ગણી.