Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
15
આવીને ભળે અને વસ્તુ કે વિષયના સમગ્ર રૂપને સ્વીકારવા તત્પર થાય. એ રીતે પ્રત્યેક પ્રવૃત્તિ પણ મોક્ષગામી ત્યારે બને કે જ્યારે તેની પાછળ પૂર્ણતાની પ્રાપ્તિનો હેતુ હોય. અર્થાત્ પૂર્ણતાના સાધનરૂપ માનીને તેને અપનાવવામાં આવે. પ્રવૃત્તિ પોતે કદી પૂર્ણરૂપ હોઈ શકતી નથી, કિંતુ પૂર્ણતા તરફ લઈ જનારી અપૂર્ણ પ્રવૃત્તિઓ પણ પૂર્ણતાનો હેતુ હોવાથી પૂર્ણ મનાય છે. સ્યાદ્વાદીના અંત:કરણમાં આ જાતિનો વિચાર સદા જાગ્રત હોય છે.
વૃત્તિ અને પ્રવૃત્તિને અહિંસક બનાવનાર તથા સત્યનો ઘાત કે વિરોધ નહિ કરાવનાર એકનું એક સાધન જીવનમાં સ્યાદ્વાદને પરિણમાવવો તે છે. કોઈ કહે છે કે જીવ અનાદિથી જ્ઞાનનો અભાવે સંસારમાં ભટકે છે, કોઈ કહે છે કે ક્રિયાના અભાવે ભટકે છે; ત્યારે સ્યાદ્વાવાદી કહે છે કે જીવનમાં સ્યાદ્વાદ પરિણતિના અભાવે જીવ સંસારમાં ભટકે છે. ‘મુક્તિમાર્ગમાં આગળ વધવા માટે સૌથી વધારે જરૂરી વસ્તુ સત્યમાં મમત્વ અને અસત્યનું અમમત્વ છે' એવી સમજણ જ્યારે પ્રગટે છે, ત્યારે જીવનમાં સ્યાદ્વાદ રુચિ જાગે છે. પછી તેને સ્યાદ્વાદી પુરુષોનાં વચનો અને નિરૂપણો અમૃત સમાન મીઠાં લાગે છે.
ધર્મસંગ્રહ નામનો આ ગ્રંથ અપેક્ષાએ સ્યાદ્વાદનો દરીઓ છે. સ્વાદ્વાદી એવા પૂ. મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજા એના કર્તા છે અને મહાસ્યાદ્વાદી એવા પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા એના સંશોધન કર્તા તથા ટીપ્પણકાર છે. એ કારણે એમાં ધર્મનાં પ્રત્યેક અંગોનો સંગ્રહ થવા ઉપરાંત પ્રત્યેક અંગના ઔચિત્ય-અનૌચિત્યનો પૂર્ણતયા વિવેક કરવામાં આવ્યો છે. કયી ભૂમિકાવાળા જીવ માટે કયો અને કેટલો ધર્મ કેવી રીતે મોક્ષનો હેતુ બને છે, તથા પોતપોતાના સ્થાને ધર્મના પ્રત્યેક અંગો કેટલું મહત્ત્વ ધરાવે છે, તેનું સુસ્પષ્ટ વિવેચન આ ગ્રંથમાં મળી રહે છે.
*
એકાંત રુચિ જીવને આ ગ્રંથમાં વર્ણવેલી વિસ્તૃત વિગતો કદાચ રુચિકર ન નિવડે, એ બનવા યોગ્ય છે. કિંતુ અનેકાંત રુચિ જીવને તો આ ગ્રંથમાં વર્ણવેલો એક એક વિષય અત્યંત ઉપયોગી, પુન: પુન: વાંચવા લાયક, વિચારવા લાયક અને જીવનમાં ઉતારવા લાયક છે, એની ખાત્રી થાય છે.
ગ્રંથકારે ગ્રંથમાં નવું કાંઈ જ કહ્યું નથી. પૂર્વ મહર્ષિઓએ જે વાતો કહી છે, તેની તે જ કહી છે. તો પણ તેની સંકલના એવી સુંદર રીતે કરી આપી છે કેઆ એક જ ગ્રંથને ભણવાથી કે વાંચવાથ ચારે અનુયોગનો સાર સમજાઈ