Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
ક્ષયોપશમાદિ યથાસ્થિત વર્ણવેલાં છે. જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ, એ પાંચ મૂળભેદો, એકાવન પેટાભેદો અને અવાંતર સૂક્ષ્મ અસંખ્ય ભેદો સંગત રીતે નિરૂપણ કરેલા છે.
ક્રિયાની શુદ્ધિ માટે સંયમના સત્તર અને ક્રિયાના સીત્તેર વગેરે ભેદો, પ્રભેદો અને તેના પરિણામે પ્રાપ્ત થતાં અસંખ્ય સંયમસ્થાનો બતાવેલાં છે. ક્રિયાવાન્ આત્માની લેશ્યા, તેની શુદ્ધિ-અશુદ્ધિના પ્રકર્ષ-અપકર્ષથી પ્રાપ્ત થતાં ગુણસ્થાનકો અને તેના અવાંતર સંખ્ય-અસંખ્ય ભેદો-પ્રભેદો પ્રરૂપેલાં છે. ક્રિયાનાં બાહ્ય સાધનો ગુરુકુલવાસાદિનું અને અત્યંતર સાધનો વીઆંતરાયના ક્ષયોપશમાદિનું પણ શુદ્ધ વર્ણન કરેલું છે.
ધ્યાનની શુદ્ધિ માટે ધ્યેય તરીકે મુક્તિ, મુક્તિસ્થાન અને મુક્તજીવોનું સુખ, ધ્યાતા તરીકે કથંચિત્ નિત્યાનિત્યવાદિ સ્વરૂપવાળો આત્મા અને ધ્યાનમાં સાધનો તરીકે બાહ્ય-અત્યંતરાદિ તપના અનેક પ્રકારોનું સુવિસ્તૃત, સુસંગત અને સૂક્ષ્માતિસૂક્ષ્મ વિવેચન કરેલું છે. આપણે જોયું કે અહિંસા ધર્મના શ્રેષ્ઠ પાલન વિના મોક્ષપ્રાપ્તિ શક્ય નથી. કેવળ શરીરથી, જ નહિ, કિંતુ વચન અને મનથી પણ પૂર્ણ અહિંસાનું પાલન થવું જોઈએ. જૈન શાસનમાં અહિંસાના પરિપૂર્ણ કાયિક પાલન માટે વિવિધ પ્રકારના ઉત્તમ આચારો બતાવ્યા છે, તેમ વાચિક અને માનસિક અહિંસાના શિખરે પહોંચવા માટે સ્યાદ્વાદ સિદ્ધાંતનું નિરૂપણ કરેલું છે. સ્યાદ્વાદ એક એવા પ્રકારની વ્યાયબુદ્ધિ છે કે જેમાં સત્યના કોઈ પણ અંશનો અસ્વીકાર કે અસત્યના કોઈ પણ અંશનો સ્વીકાર સંભવી શકતો નથી.
આ ગ્રંથના પ્રથમ વિભાગના પ્રારંભમાં જ આપેલા માર્ગાનુસારિતા ‘ન્યાયસંપદ્યવિભવ'થી માંડીને પ્રકૃતિ સૌમ્યતા પર્વતના સઘળા (પાંત્રીશ) નિયમોનું પાલન એ સ્યાદ્વાદ સિદ્ધાંતને પામવાની અને પચાવવાની પૂર્વ ભૂમિકા કે માર્ગાનુસારીના ગુણોથી આરંભીને છેલ્લે નિરપેક્ષ યતિધર્મના પાલન સુધીના સર્વ સદાચારો સંબંધી સર્વશ્રેષ્ઠ નિયમોને આ ગ્રંથમાં એવી રીતે વર્ણવી બતાવ્યા છે કે તેને વાંચનાર-ભણનાર કેવળ ધર્મશાસ્ત્રમાં નિપુણ થાય એટલું જ નહિ પણ સ્યાદ્વાદન્યાય અને તેના આચરણમાં પણ નિપુણ બને.
પ્રત્યેક વિચાર કે ઉચ્ચાર કોઈ એક અપેક્ષાને આગળ કરીને જ થએલો હોય છે. તે પૂર્ણ સત્ય ત્યારે જ બને કે જ્યારે અન્ય અપેક્ષાઓ તેમાં