Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
આદિ ગુણો કે સુખ-દુઃખ આદિ અવસ્થાઓ આત્મામાં તો જ ઘટી શકે છે, કે જો તે કથંચિત્ નિત્યાનિત્ય, કથંચિત્ શુદ્ધ શુદ્ધ કે કથંચિત્ શરીરાદિથી ભિન્નભિન્ન સ્વરૂપવાળો હોય.
દ્રવ્યથી નિત્ય છતાં પર્યાયથી અનિત્ય, મોક્ષમાં શુદ્ધ છતાં સંસારમાં અશુદ્ધ, નિશ્ચયથી ભિન્ન છતાં વ્યવહારથી અભિન્ન ઇત્યાદિ પ્રકારનો જો આત્માને માનવામાં ન આવે, તો શ્રદ્ધાદિ ગુણોની કે બંધ-મોક્ષ આદિ અવસ્થાઓની પ્રાપ્તિ-અપ્રાપ્તિનો વિચાર નિરર્થક બને અને એ વિચારોને દર્શાવનારાં શસ્ત્રો પણ કલ્પિત ઠરે. શ્રી જૈનશાસનમાં આત્માદિ દ્રવ્યોનું સ્વરૂપ જે રીતે નિત્યાનિત્યાત્મક આદિ રૂપે બતાવેલું છે, તે રીતે માનવામાં આવે તો જ મોક્ષમાર્ગનું નિરૂપણ શ્રદ્ધેય ઠરે. શ્રદ્ધેય પદાર્થોની અને શ્રદ્ધાવાન્ આત્માની શુદ્ધિની સાથે શ્રી જૈનશાસનમાં શ્રદ્ધા આદિ ગુણોને પ્રગટ કરનારાં સાધનોની પણ શુદ્ધિ બતાવેલી છે. * .
શ્રદ્ધા ઉત્પન્ન થવાનાં સાધનો શ્રી જૈનશાસનમાં બે પ્રકારનાં કહ્યાં છે. ‘તસિધામા I' અર્થાત્ સમ્યમ્ દર્શનની ઉત્પત્તિ નિસર્ગથી અને અધિગમથી કહી છે. નિસર્ગ એટલે જેમાં આત્મા સિવાય બીજા કોઈ પણ સાધનની જરૂર ન રહે. અધિગમ એટલે આત્મા ઉપરાંત ગુરુ ઉપદેશાદિ બીજા સાધનની આવશ્યક્તા રહે. એકલા નિ:સર્ગથી કે એકલા અધિગમથી સમ્યક્ દર્શનની પ્રાપ્તિ માનવામાં પ્રત્યક્ષ બાધ છે. વિશિષ્ટ સંસ્કારી આત્માને પૂર્વ જન્મોના શુભ અભ્યાસથી આ જન્મમાં બાહ્ય નિમિત્ત વિના પણ શ્રદ્ધાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે અને કોઈ જીવને ઉપદેશાદિ મળ્યા પછી જ થઈ શકે છે, માટે એ બન્ને પ્રકારોને માનવા એ શ્રદ્ધાનાં સાધનોની શુદ્ધિ છે.
જેમ શ્રદ્ધાની, તેમ જ્ઞાનની, શુદ્ધિ માટે ય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનોની, ક્રિયાની શુદ્ધિ માટે ક્રિયા, ક્રિયાવાન્ અને ક્રિયાનાં સાધનોની, તથા ધ્યાનની શુદ્ધિ માટે ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનોની શુદ્ધિ પણ તેટલી જ જરૂરી છે. આ
શ્રી જૈનશાસનમાં શેય તરીકે અનંત વિશ્વ, તેમાં રહેલા સચેતન જીવો, અચેતન પગલો, પરમાણુ, પ્રદેશો, સ્કંધો, ઉપરાંત જીવ અને પુદ્ગલોની ગતિ અને સ્થિતિ તથા તેનાં સહાયક દ્રવ્યો, એ બધાને અવકાશ આપનાર આકાશ, પરિવર્તન કરનાર કાળ વગેરે પ્રત્યેક પદાર્થો તેના યથાર્થ સ્વરૂપમાં દર્શાવેલ છે.
જ્ઞાતા આત્મા પણ કથંચિત્ નિત્યાનિત્ય, શુદ્ધાશુદ્ધ અને શરીરાદિથી ભિક્ષાભિન્ન બતાવેલો છે તથા જ્ઞાનનો બહિરંગ સાધનો ઉપદેશાદિ અને અંતરંગ સાધનો