Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
16
જાય છે. ધર્મનાં ચારે અંગો દાન-શીલ-તપ-ભાવ અથવા દર્શન-જ્ઞાન-ચારિત્રતપ સંબંધી આવશ્યક સઘળીય માહિતી મળી રહે છે. વધારે મહત્ત્વની વાત તો તે છે કે-આગમશૈલી અને યોગશૈલીનું મિલાન કેવી રીતે થાય છે, તેને સમજવા માટે આ ગ્રંથ એક અનન્ય ભોમીયાની ગરજ સારે છે. યોગ સંબંધી પૂજ્યપાદ સુવિહિત શિરોમણિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથો અને આગમ સંબંધી પૂર્વાચાર્ય મહર્ષિઓના ગ્રંથોનું દોહન કરીને ગ્રંથકાર મહર્ષિએ ઉભયની ઉપયોગિતા અને એકતાનું સચોત માર્ગદર્શન કરાવ્યું છે.
આ ગ્રંથનું સર્જન જૈન સંઘને માટે આજસુધી અપૂર્વ આશીર્વાદરૂપ નિવડ્યું છે, ભવિષ્યમાં પણ આધારરૂપ નિવડશે. સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલો આ ગ્રંથ સર્વ કોઈને સુલભ બને, તે માટે તેના ભાષાનુવાદની આવશ્યકતા હતી. ગ્રંથના બે વિભાગ છે. તેમાં પ્રથમ વિભાગનો અનુવાદ કરવા માટે તો આજે પૂર્વે પણ પ્રયત્ન થયેલો હતો. બીજા વિભાગના અનુવાદનું કામ તેટલું સરલ ન હતું. તેમાં પ્રભુ મહાવીરે પ્રરૂપેલો સાધુધર્મ વર્ણવેલો, હોઈ તેને સમજવા અને સમજાવવા માટે અધિકારી વ્યક્તિની જરૂર હતી. ગ્રંથમાં કહેલી વિધિમુજબ સાધુપણું અંગીકાર કરી ગુરુકુલવાસમાં વસી, શ્રુતધર્મનું અધ્યયન કરી, ચારિત્રધર્મનું પાલન કરી, જ્ઞાનક્રિયામાં નિષ્ણાત બની ગીતાર્થપણાને પામેલા વ્યક્તિ ખરી અધિકારી હતી. તેવું વ્યક્તિત્વ સ્વર્ગસ્થ સૂરિપુંગવ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજમાં હતું. તેઓ આ ગ્રંથ ઉપર અત્યંત પ્રેમ અને મમત્વ ધારણ કરતા હતા. ગ્રંથમાં કહેલા પદાર્થોને અનેક વાર વાંચી વિચારીને આત્મસાત્ કરવા માટે સતત પ્રયત્નશીલ હતા. પોતાનું જીવન તે રીતે ઘડતા હતા, એટલું જ નહિ પણ પોતાના સંસર્ગમાં આવનાર અનેક મુનિવરોનું જીવન તે રીતે ઘડવા સતત પ્રયાસો કરતા હતા. તેના જ એક ફળરૂપે ન હોય તેમ તેમના જ એક પ્રશિષ્ય મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી (ત્યારબાદ આચાર્ય) આજે આ ગ્રંથના દળદાર બંને વિભાગોનું સરળ અને સ્પષ્ટ ભાષાંતર નિર્વિઘ્નપણે પૂર્ણ કરી શક્યા છે. તથા સેંકડો ટિપ્પણો આપી ગ્રંથનાં વિષમ સ્થળોને બાળભોગ્ય બનાવી શક્યા છે. આ કાર્ય તેમની એકલાની શક્તિ બહારનું હતું, છતાં તેને પાર પાડી શક્યા છે, તે એમ બતાવે છે કે ગુરુભક્તિ અને મહાપુરુષોના આશીર્વાદને કાંઈ દુષ્કર નથી.
આ બીજા ભાગનો અનુવાદ અને ટિપ્પણો વાંચતાં એમ લાગે છે કે સ્વર્ગસ્થ સૂરિપુંગવ પોતે જ તેમના એક પ્રશિષ્ય દ્વારા જાણે આપણને ગ્રંથનાં રહસ્યો