________________
સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન
૧૫ બાલાવબોધ - પત્નો નાસ્તિ-સ્થાનવાવી નાસ્તિક વાવ "शून्य" कहतां तत्त्वज्ञानई सूनो, कुयुक्तिनो कहनार "भाखड़" कहतां बोलइ छाई, जे जीव शरीर थकी भिन्न कहतां जूदो नथी, अनइं चेतना जे होइ छइ ते पंचभूतना संयोगथी ज, जिम मद्यनां अंग जे गुड-द्राक्षा-इक्षुरस-धातकी पुष्प प्रमुख, तेहथी मदिरा उपजइ छड्
| ભાવાર્થ - “જીવ જેવું સ્વતંત્ર કોઈ તત્ત્વ નથી” આવું માનનાર પ્રથમ નાસ્તિ સ્થાનવાદી યથાર્થ તત્ત્વજ્ઞાનથી શૂન્ય અને કુયુક્તિઓથી વાતને રજૂ કરનારો એવો ચાર્વાક દર્શનાનુયાયી કોઈક વાદી (પોતાની વાતને રજૂ કરતાં) કહે છે કે –
“શરીરથી ભિન્ન એવો જીવ નથી” જેમ મદિરા (દારૂ)ના અંગભૂત ગોળ-દ્રાક્ષ-શેરડીનો રસ અને ધાવડીનાં ફૂલ વિગેરે પદાર્થોના પરસ્પર મીલનથી મદ્યશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ પૃથ્વી, જલ વિગેરે પાંચ ભૂતોના પરસ્પર સંયોગવિશેષથી (મીલન વિશેષથી) ચેતના શક્તિ ઉત્પન્ન થાય છે. પરંતુ પાંચ ભૂતોથી ભિન્ન ચેતન્ય ગુણવાળુ “આત્મતત્ત્વ” જેવું કોઈ દ્રવ્ય નથી. બૃહસ્પતિ ઋષિનું બનાવેલું ચાર્વાકદર્શન છે. તેઓ આમ કહે છે કે “મદિરાના અવયવોથી જેમ મદ્યશક્તિ પ્રગટ થાય છે, તેમ પાંચ ભૂતોના પરસ્પર મીલનથી ચેતના શક્તિ પ્રગટ થાય છે.” તેને જ આત્મા કહેવાય છે, બાકી જૈનો કહે છે તેવું પાંચ ભૂતોથી ભિન્ન એવું સ્વતંત્ર આત્મદ્રવ્ય છે જ નહીં. //પા
અવતરણ - શરીર એ જ આત્મા છે, પણ શરીરથી ભિન્ન આત્મા નથી. આ જ વાતને ચાર્વાક દર્શનકાર અનેક દૃષ્ટાંતો આપીને મિથ્યાદેષ્ટિના આ પ્રથમ સ્થાનને (આત્મા નથી આ વાતને સમજાવે છે. (પૂર્વપક્ષ રૂપે આ વાત રજૂ કરે છે.)