________________
V
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પ્રકાશિત કરવાનો ભાવ આવેલ છે. ટોટલ ૪૮૭ પ્રવચનો ૧ થી ૧૧ ભાગમાં ક્રમબદ્ધ શૃંખલારૂપે પ્રકાશિત થશે.
આ પ્રથમ ભાગના પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રી ફરમાવે છે કે પાંચમાં આરાના છેડા સુધી જે કોઈ જીવ સમ્યગ્દર્શન પામશે તેને આ વીતરાગની વાણી નિમિત્ત થશે. આ વાણી સીધી સીમંધર ભગવાનની વાણી છે. આમાં એક અક્ષર ફરે તો બધું ફરી જાય. મૂળ સામાન્ય વાત પૂરી અખંડ ૧ થી ૧૨ ગાથામાં આવી જાય છે પહેલી વાર ગાથા ઝીણી છે. ૧૩ મી ગાથાથી નવતત્ત્વોનો વિસ્તાર આવશે.
આ સમગ્ર પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીની સી. ડી. ઉપરથી અક્ષરશ: ઊતારવામાં આવેલા છે ત્યારબાદ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કૌંસ કરી વાક્યો પૂરા કરેલાં છે. ટેઈપ ઉપરથી ઊતરાવવાનું કાર્ય તથા તેને ચેક કરવાનું કાર્ય આત્માર્થી ભાઈશ્રી ડૉ. દેવેન્દ્રભાઈ એમ. દોશી-સુરેન્દ્રનગર દ્વારા થયેલ છે. વ્યાકરણ શુદ્ધિ શ્રી દેવશીભાઈ ચાવડા-રાજકોટ દ્વારા થયેલ છે ત્યારબાદ સમગ્ર પ્રવચનો ફરીથી સી. ડી. ઉપરથી ચેક કરી સંપૂર્ણ પ્રૂફરીડિંગનું કાર્ય શ્રી ચેતનભાઈ મહેતા-રાજકોટ દ્વારા પૂર્ણ થયેલ છે. તે બદલ સંસ્થા સર્વેનો આભાર માને છે. આ પ્રવચનોનાં પ્રકાશનમાં કાંઈ ક્ષતિ ન રહે તે માટે અમોએ વારંવાર પ્રવચનો સાંભળી લખાણ શુદ્ધિ કરી છે છતાં કોઈપણ ક્ષતિ રહી હોય તો તે અમારો દોષ છે તે બદલ અમો ક્ષમા ચાહીએ છીએ.
સમયસાર સિદ્ધિ” ભાગ-૧ના પ્રવચનોનું સમગ્ર કૉપ્યુટરાઈઝડ ટાઈપસેટિંગનું કાર્ય શ્રી નિલેશભાઈ તથા શ્રી દેવાંગભાઈ વારીયા-રાજકોટ દ્વારા તથા પુસ્તક પ્રિન્ટિંગ બાઈડિંગનું સંપૂર્ણ કાર્ય શાર્પ ઓફસેટવાળા શ્રી ધર્મેશભાઈ શાહ-રાજકોટ દ્વારા તથા કલર પેઈજનું કામ ડોટ એડવાળા શ્રી કમલેશભાઈ દ્વારા થયું હોય સંસ્થા તેમનો આભાર માને છે.
પૂ. ગુરુદેવશ્રીએ આ પંચમકાળમાં અમૃત વરસાવ્યા છે. અધ્યાત્મની હેલી વરસાવી મોક્ષના માંડવા રોપ્યા છે. આવા અતિ અપૂર્વ માર્મિક શાસ્ત્રની ગાથાઓના ખુબ જ સરળ ભાષામાં આચાર્યોના ગૂઢભાવોને રજૂ કરી મુમુક્ષુ જગત ઉપર અપૂર્વ ઉપકાર કર્યો છે. “ભગવાન આત્મા” કહીને પ્રત્યેક જીવને વીતરાગી કરુણાથી સંબોધન કરનાર પૂ. ગુરુદેવશ્રી અમ બાળકોના અનંત અનંત ઉપકારી ધર્મપિતા છે. બસ તેમનો ઉપકાર તો આપણે સૌ તેમણે બતાવેલા શુદ્ધાત્માનું રસપાન કરીને જ વાળી શકીએ.
આ પુસ્તક http://www.AtmaDharma.com પર મૂકેલ છે.
ટ્રસ્ટી
શ્રી સીમંધર કુંદકુંદ મહાન આધ્યાત્મિક ટ્રસ્ટ
રાજકોટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com