________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર સિદ્ધિ ભાગ-૧ પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્મા બતાવવામાં આવ્યો છે. એક એક ગાથાના અર્થ કરતાં પૂ. ગુરુદેવશ્રી એવા ભાવવિભોર થઈ જાય છે કે તેમાંથી તેને નીકળવું મુશ્કેલ પડે છે.
પૂ. બહેનશ્રી ચંપાબહેન વચનામૃતમાં પૂ. ગુરુદેવશ્રી વિશે ફરમાવે છે કે પૂ. ગુરુદેવશ્રીનું દ્રવ્ય તો અલૌકિક ને મંગળ છે. તેમનું શ્રુતજ્ઞાન ને વાણી આશ્ચર્યકારી છે. તેઓશ્રી મંગળમૂર્તિ, ભવોદધિ તારણહાર ને મહિમાવત ગુણોથી ભરેલા છે. તેમણે ચારે. બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો, તેમનો અપાર ઉપકાર છે તે કેમ ભૂલાય? પૂ. ગુરુદેવશ્રીને તીર્થકર જેવો ઉદય વર્તે છે. પૂ. ગુરુદેવશ્રીએ અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો બીજાને માર્ગ બતાવ્યો તેથી તેમનો મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે.
પૂ. બેન શાંતાબેન ફરમાવે છે કે જેમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર પરમાત્માનો સાક્ષાત્ ઉપકાર છે તેવી જ રીતે ભરતક્ષેત્રમાં પૂ. ગુરુદેવશ્રીનો એટલો જ ઉપકાર છે કારણ કે જે ભવનો અંત તીર્થંકરદેવની સમીપમાં ન આવ્યો તે ભવનો અંત જેમના પ્રતાપે થાય તે પરમકૃપાળુ સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર હો. નમસ્કાર હો.
“શ્રી સીમંધર કુંદકુંદ મહાન આધ્યાત્મિક ટ્રસ્ટ”ની રચના સ્વ. ચંદુલાલ ખીમચંદ મહેતાના સ્મરણાર્થે શ્રીમતી સરોજબેન ચંદુલાલ મહેતા પરિવાર રાજકોટ દ્વારા કરવામાં આવી છે. આ ટ્રસ્ટની પ્રવૃત્તિમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રકાશિત કરવાનું કાર્ય કરવામાં આવશે.
આ પરિવારને પૂ. શ્રી લાલચંદભાઈ મોદી-રાજકોટ દ્વારા જ આધ્યાત્મિક માર્ગની પ્રેરણા મળી હોય તેમનો આ પરિવાર અત્યંત ઋણી છે. પૂ. લાલચંદભાઈ હંમેશાં આ પરિવારને કહેતા કે તમો બધા પૂ. ગુરુદેવશ્રીના આધ્યાત્મિક તત્ત્વને સમજો. તેઓશ્રી ફરમાવે છે કે તને “જાણનારો જણાય છે તેમ અમે જાણીએ છીએ હવે તો સ્વીકાર કરી લે! તેમાં બાર અંગનો સાર ભરેલો છે. તેમની પ્રેરણાથી જ આ પરિવાર અધ્યાત્મમાં ઓતપ્રોત થયો હોય આ પ્રસંગે તેઓશ્રીનો અત્યંત આભારી છે.
આવા અપૂર્વ અનુપમ શ્રી સમયસારજી શાસ્ત્રની ૧ થી ૧૨ ગાથા તથા તેના ૧ થી ૪ કળશો પીઠિકારૂપે છે. તેના ઉપર થયેલા પૂ. ગુરુદેવશ્રીના ૧૯ મી વખતના સળંગ પ્રવચનો નં. ૧ થી પર આ “સમયસાર સિદ્ધિ” ભાગ-૧ માં અક્ષરશ: પ્રકાશિત કરવામાં આવ્યા છે. પૂ. ગુરુદેવશ્રીએ જાહેરસભામાં સમયસાર ૧૯ વખત વાંચ્યું અને ખાનગીમાં તો સેંકડો વખત વાંચ્યું છે. અને અંદરમાં તો તેમને આમાં કેટલો માલ દેખાણો હશે. કોઈવાર દોઢ વર્ષ કોઈવાર બે વર્ષ કોઈવાર અઢી વર્ષ તેમ ૧૯ વખત ૪૫ વર્ષમાં જાહેરમાં વાંચ્યું છે. આ પ્રવચનો પૂ. ગુરુદેવશ્રીની ૪૫ વર્ષની સોનગઢ સુવર્ણપૂરીમાં થયેલી સાધનાના નિચોડરૂપ માખણ છે. જેમ જેમ જ્ઞાનીનું જ્ઞાન વૃદ્ધિગત થતું જાય છે તેમ તેમ એકને એક ગાથાના પણ પ્રવચન ફરી લેવામાં આવે તો નવા નવા ભાવો આવે છે. તેથી જ ૧૮ મી વારના પ્રવચનો પ્રકાશિત થયા હોવા છતાં આ અંતિમ પ્રવચનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com