________________
તેના દ્વારા વિષયોના સુખમાં મસ્ત છે તેથી વિષયોની પ્રીતિ છે. તેથી વિષયોના ભોગથી થતી પુદ્ગલની ખરાબીનો પણ વિચાર નથી હોતો, માટે પુદ્ગલ પર પણ પ્રીતિ નથી.
પુદ્ગલમાં પણ જયાં સુધી રહેવું પડે ત્યાં સુધી તેની વિરુદ્ધ નહિ ચાલવારૂપ પ્રીતિ રાખવી પડે છે. યોગાત્માને શુદ્ધાત્મ દ્રવ્ય સમજાયું, ઓળખાયું, જોયું કે આ જેને હું જોઉં છું તે ‘હું’ છું ત્યારે ‘સોડહં’ની પ્રતીતિ થાય છે અર્થાત્, શુદ્ધાત્મામાં ‘હું’ પણાની સ્થાપના થઈ. ‘હું’ પણાની બુદ્ધિ થવાથી પ્રીતિ થઈ ત્યારે તે સ્વરૂપ હું છું (તદ્રુપોડહં) એ પ્રતીતિ થાય છે.
આમ તો ‘સોડહં’ ‘તદ્રૂપોડહં' એ બંનેમાં તો જ પ્રયોગ છે, સઃ એટલે તે અને તદ્રુપ એટલે તે રૂપ, આ બેમાં ખાસ ફરક પડતો નથી. છતાં સોડહં અને તદ્રુપોડહં નો અનુભવ યોગાત્માઓએ બતાવ્યો છે, તે આ રીતનો ભેદ દેખાય છે.
‘સોડહં’ શુદ્ધાત્મ દ્રવ્યને પહેલી નજરે જોતાં થયેલો અનુભવ છે, પછી તેની રઢ ચાલતાં તેની પ્રીતિથી પ્રગટ થયેલો અનુભવ છે ‘તદ્રુપોડહં’.
શુદ્ધાત્મ દ્રવ્ય એટલે ગુણ અને પર્યાયની ગૌણતા રાખીને કલ્પેલું આત્મ દ્રવ્ય.
ફા.વ.પ્ર. ૭, સં. ૨૦૪૬, અજાહરા તીર્થ હે પાર્શ્વપ્રભુ ! અજાહરા ! તારું સ્વરૂપ એટલે પ્રગટ શુદ્ધાત્મ દ્રવ્ય. (હું તારા શુદ્ધ આત્મદ્રવ્યને ભાવથી નમસ્કાર કરું છું.) અને મારું અશુદ્ધ પર્યાયમાં રહેલું આત્મ દ્રવ્ય જે છે જયારે તેની સત્તા જોઉં છું ત્યારે કાંઈ જ ફેર નથી લાગતો. એક જ સરખા દેખાય છે તેને નિહાળી નિહાળીને આનંદ વિભોર બની જાઉં છું પરંતુ જયાં મારી દૃષ્ટિ તેને વળગેલા અશુદ્ધ પર્યાયમાં પડે છે ત્યારે તે દ્રવ્યનું સ્વરૂપ કદરૂપું બની ગયેલું દેખાય છે અને નિરાશ હતાશ થઈ જાઉં છું.
જો કે તારે પણ પર્યાય તો છે પણ તારી પર્યાય એ તો તારો સ્વભાવ છે. સ્વ એટલે પોતાનું, ભાવ એટલે અસ્તિત્વ, તેને બતાવનાર જ્ઞાન અને દર્શન છે. શુદ્ધાત્મ દ્રવ્યનું અસ્તિત્વ બતાવનાર આ જ્ઞાન, દર્શન સ્વભાવ છે જે સ્વભાવ સહજ છે. અર્થાત્, વસ્તુ અને તેનો સ્વભાવ કદી અલગ રહી શકતા નથી. કેરી અને તેનો સ્વભાવ મીઠાશનો છે તે ભિન્ન રહી શકતા નથી તેમ તું અને તારો સ્વભાવ જ્ઞાનદર્શન અભિન્ન છે. તે સ્વભાવ જાણવા, જોવાનો છે. નિરંતર સક્રિય છે. એક સમય પણ ક્રિયા વિના બેસી રહેલો નથી. જેમ કેરી મીઠાશ બતાવ્યા વિના રહેતી નથી, તેમ આત્મા જાણ્યા જોયા વિના રહી શકતો નથી. કારણ કે તેનો સ્વભાવ છે. જયા૨ે શુદ્ધઆત્મ સ્વરૂપ પ્રગટ થાય છે ત્યારે તેના જાણવા, જોવામાં કોઈ વિષય બાકી રહેતો નથી. તે સમગ્ર વિશ્વના સકલ પર્યાયોને જાણી જોઈ શકે છે અને તે જાણી જોઈને તેમાં વિશ્રાંતિ શક્તિ વડે સુખ અનુભવે છે.
જયારે જે મારી પ્રગટ પર્યાય છે તે મારા શુદ્ધાત્માનો સ્વભાવ નથી, તે તો પર-ભાવ છે. તે આત્માથી ભિન્ન એવા જડનું અસ્તિત્વ બતાવીને રંગમાં ભંગ કરે છે.
વળી હે પ્રભુ ! તારી પર્યાયને સમયે સમયે પલટાવવાની રીત પણ જુદી છે. તારે તો શેયના સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
4
www.jainelibrary.org