________________
ગુણ અને પર્યાયનું સતુપણું એટલે કે સમતાગુણ છે તે સપણે જગતમાં રહેલો છે. તે સમતાગુણની શક્તિ સમભાવ જળવાવે છે. તેવી રીતે પર્યાય જેમકે મનુષ્ય ભવની પર્યાય મનુષ્યના સંસ્કારો પ્રમાણે વર્તન કરાવે છે મનુષ્યત્વ શક્તિ તે પર્યાયની છે. આ રીતે ગુણ પર્યાયની શક્તિઓનો આશ્રિત અદ્વિતીય શક્તિ-સતુપણું તે આત્મ દ્રવ્ય છે. ૨. આત્મ તત્ત્વ ચિંતન
મ.વ. ૧૩, ૨૦૪૬, ગીરનાર શુદ્ધાત્મ દ્રવ્ય ચિંતન એટલે ગુણ-પર્યાયને ગૌણ કરીને મુખ્યતાએ કેવળ દ્રવ્યની વિચારણા.
શુદ્ધાત્મ દ્રવ્ય આકાશ જેવું અરૂપી તત્ત્વ છે જેમ આકાશ નિસ્તરંગ છે એટલે કે તરંગની જેમ કયાંય અલતા પામતું નથી. સ્કૂલના એ વસ્તુની વિકૃતિ છે. શુદ્ધાત્મ દ્રવ્ય અસ્મલિત છે માટે નિતરંગ છે.
વળી આકાશની જેમ નિષ્પકંપ છે. દીપકની જ્યોત જેમ વાયુથી કંપ્યા કરે છે, ઝબુક-ઝબુક થયા કરે છે તેમ શુદ્ધાત્મ દ્રવ્ય કંપતું નથી પરંતુ આકાશની જેમ નિષ્પકંપ છે.
વળી આકાશની જેમ નિરંજન, નિરાકાર છે. આકાશને કયાંય અંજન લાગતું નથી. તેમ શુદ્ધાત્મ દ્રવ્યને કોઈ વસ્તુ સ્પર્શીને અંજન કરી શકતું નથી. અર્થાત્, અંજન રહિત, સ્પર્શ રહિત આકાશને આપણે હાથથી સ્પર્શ કરવો હોય તો થઈ શકતો નથી, અથવા તે પકડી શકાતું નથી તેમ શુદ્ધાત્મ દ્રવ્ય અંજન રહિત છે. નિરંજન હોવાથી તેને કોઈ વસ્તુનો સ્પર્શ થતો નથી. તથા આકાશમાં કોઈ આકાર નથી તેમ શુદ્ધાત્મ દ્રવ્ય નિરાકાર છે, આકાર વિનાનું છે.
આવું શુદ્ધાત્મ દ્રવ્ય ઉપયોગથી જોતાં જણાય છે. તે અરૂપી તત્ત્વ છે માટે તે વખતે જયારે અનુભવાયું ત્યારે આ શુદ્ધાત્મ દ્રવ્ય તે હું છું આવી “' પણાની સ્થાપના આજે બુદ્ધિથી સચોટ થઈ આનું નામ “સોડહં'ની પ્રતીતિ છે. આ પ્રથમ જે પ્રતીતિ છે તે જ “સોડહં'નું સ્વરૂપ અનુભવાયું.
અત્યાર સુધી તો હું કોણ છું? તેનું ભાન શરીરમાં હતું હવે શુદ્ધાત્મ દ્રવ્ય તે હું છું તે સચોટ થયું.
હવે તેના પર પ્રીતિ કરવાની છે. પ્રીતિ થયા પછી તે સ્વરૂપ હું છું ‘તતૂપોડહં તે પ્રતીતિ થાય છે ત્યારે જે આનંદ થાય છે તે સ્વરૂપાનંદ, સ્વરૂપ રમણતા છે.
સોડહં'ની પ્રતીતિ સુધી પણ આત્મા ઉપર પ્રીતિ નથી, ફકત આત્માને ઓળખ્યો. પોતાને ઓળખ્યો.
તે પહેલાં શરીરમાં હું પણાની બુદ્ધિ હતી ત્યારે પણ તેને હું (શરીર) પર પ્રીતિ નથી. પરંતુ ઓધે ઓધે જીવન જીવાય છે. જો પુદ્ગલની પ્રીતિ હોય તો પુદ્ગલની વિરુદ્ધ આપણે ન ચાલીએ. પુદ્ગલનું કુદરતી જીવન પણ આપણે વિરુદ્ધતાથી વર્તીએ છીએ તેનું કારણ પુગલ પર પણ પ્રીતિ નથી. પરંતુ મદિરાના પાનથી ઉન્મત્તને કાંઈ ભાન ન હોય તેમ મોહથી ઉન્મત્ત આ જીવને વિષયો ઉપર પ્રીતિ મોહના ભરમાવાથી થાય છે. ત્યારે પાંચ ઈન્દ્રિયો દ્વારા વિષયોને મેળવી સુખ અને તૃપ્તિ મેળવે છે. હું પુદ્ગલને ધારણ કરી તેના દ્વારા સુખ મેળવું છું એવો પણ વિચાર નથી હોતો કેવળ ઈન્દ્રિયો અને
સાધકનો અંતર્નાદ
ઇ/
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org