________________
[૧૩] આ બીજી આવૃત્તિમાં પૂજ્ય શ્રી માલશીભાઈ ભેજરાજની જીવનયાત્રા આપવાની મારી અને બહેન શ્રી પાનબાઈ બહેનની ભાવના ફળી.
પૂજ્ય શ્રી માલશીભાઈને પરિચય મને ઘણે થેડ-એ: વષને. પણ આ બે વર્ષમાં તેમણે મને બાર વર્ષને બેધ આપી દીધું. મારું જીવન પલટી નાખ્યું–મને જીવનની નવી દષ્ટિ આપી અને આજે આ ઉંમરે પણ હું “સદા મગનમેં રહેના ની મસ્તીમાં ચિરપ્રવાસી થઈને ફરું છું. તેમજ હજારે ભક્ત આત્માઓના જીવનને પ્રેમ, શાંતિ અને આનંદ તથા પ્રભુભક્તિને પ્રસાદ આપું છું તે શ્રી માલશીભાઈના પ્રેરણાત્મક પ્રવચનેને પ્રતાપ છે.
મારા જીવનમાં જેમ શ્રી માલશીભાઈ ભેજરાજે પ્રેરણા આપી છે તેમજ તેમના પછી પૂજ્ય શ્રી લાલન સાહેબ મળ્યા અને તેમના પુણ્ય પ્રતાપે શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃત વાંચવા મળ્યાં. પછી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને આબુવાળા પૂજ્ય શ્રી શાંતિસૂરીશ્વરજી મળ્યા. તે પછી મહર્ષિ અરવિંદનાં દર્શન થયાં અને પૂજ્ય માતાજી મીરામાની પ્રેરણાના પીયૂષ મળ્યા કરે છે, તે મારા જીવનની ધન્ય ઘડી છે.
આ બીજી આવૃત્તિની પ્રેરણા શ્રી પાનબાઈએ આપી છે. તેમની જ પ્રેરણાથી પૂજ્ય શ્રી માલશીભાઈની જીવનયાત્રા આ