________________
બીજી આવૃત્તિના બે ખેલ
પાંડીચેરીના સાધક ભક્તાત્મા ભાઇશ્રી વિસનજી જેતશીની પ્રેરણા અને સહાયતાથી મે પૂજ્ય પતિ લાલન સાહેબની જીવન કથા લખી અને સંવત ૨૦૧૫ ના જેઠ શુદ્ધ ૧૧ ના પ્રકાશિત કરી. તેની પ્રથમ આવૃત્તિમાં મારા ઉપકારી મિત્રરત્ન શ્રી માણેકજીભાઇ પીતાંબરની જીવન પ્રભા પ્રગટ કરી.
આ તેની ખીજી આવૃત્તિ છે. તે વિદુષી બહેનજી શ્રી પાનબાઈની પ્રેરણા અને સહાયતાથી પ્રસિદ્ધ થાય છે.
પહેલી આવૃત્તિ તૈયાર થઈ રહી હતી ત્યારે કચ્છની સરાજીની—સેવા સ્મૃતિ શ્રી પાનબાઇ અહેન પાલીતાણા આવ્યાં તેમણે પૂજ્ય શ્રી માલશીભાઇને યાદ કર્યાં અને પૂજ્ય માલશીભાઈના ઉપકારા તાજા કર્યાં. શ્રી પાનમાઈ બહેનની ભાવના હતી કે પૂજ્ય શ્રી લાલન સાહેબના જીવન ચરત્ર સાથે આપણા પરમ ઉપકારી માર્ગદર્શક તત્વવેત્તા પૂજ્યશ્રી માલશીભાઈ ભાજરાજનું ચરિત્ર આપવામાં આવે તે સેનામાં સુગંધ ભળે.
તેમની વાત સુંદર હતી, અમારા પરમ ઉપકારી શ્રી માલશીભાઈને હું ભૂલ્યા નહાતા પણ પહેલેથી નિય થયા