________________
[ ૯ ]
ઘટે છે. તેમને મારા માટે અને પૂજ્ય પંડિતજી માટે વર્ષોથી ઘણી મમતા અને સન્માન છે.
આ પ્રકાશન આટલું જલ્દી થઈ શકયુ છે. તે માટે બહાદુરસિંહજી પ્રેસનાંમાલીક અને મારા આપ્તજન શ્રી અમરચંદભાઈ મેચરદાસે પ્રેસનાં બીજાં કામેાને ગૌણ કરીને આ પુસ્તક તૈયાર કરી આપ્યું છે તે માટે હું તેમના આભાર માનવા તક લઉં છું. આ ઉપરાંત ભાઈ શ્રી ભગવાનદાસ કમળશી અને ઘણા ઘણા મિત્ર, જેમણે પૂજ્ય પડિતજી વિષે પેાતાના અનુભવો લખી મેાકલ્યા છે તે સર્વેના હું હાર્દિક આભાર માનુ છું.
સુલક્ષણાકુટિર પાલીતાણા જેઠ સુદ અગીયારસ સવત ૨૦૧૫
શીવજી દેવશી મઢડાવાળા