________________
[ ૭ ]
વર્ષોથી હું ગરમીના દિવસેમાં આપ્યું કે મહામહેકર કંપ પ્રદેશમાં જાઉં છું, પણ મારા ધર્મપિતા અધ્યાત્મપ્રેમી પૂજ્ય પંડિતજીના જીવનચરિત્રની સામગ્રી મેળવવા તેમજ મારા પરમ નેહી શ્રી વિસનજીભાઈ જેતશીભાઈની ચરિત્ર પ્રકાશનની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા હું ગરમીને સહન કરી રહ્યો. પહેલાં મહુવા જઈ આવ્યું પણ ત્યાં અનુકુળતા નહોતી. ભાવનગરમાં તે અસહ્ય ગરમી. ઘોઘાની હવા ઠંડી લાગી ત્યાં રહેવાની વ્યવસ્થા કરી. એક લોજમાં નિવાસસ્થાન રાખ્યું.
થોડા દિવસે તે ત્યાં આનંદ રહ્યો પણ પાછી તબીયત બગડી અને પૂજ્ય પંડિતજીના ચરિત્ર પ્રકાશન માટે ગમે તેવી ગરમી સહન કરીને પણ પાલીતાણા રહેવા નિર્ધાર કર્યો, અને મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, મારી મહેનત લેખે લાગી. ગરમીના દિવસેમાં મેં મારી સુલક્ષણા કુટિરમાં કાશ્મીર, આબુ બનાવી દીધું. અને પૂજ્ય પંડિતજીનું ચરિત્ર સ્નેહીજનેઆપ્તજનેના, કરકમળમાં આપવા હું ભાગ્યશાળી થયે છું.
આ ચરિત્ર છપાઈ રહ્યું હતું એવામાં કચ્છની સરોજીની, સેવામૂર્તિ બહેન પાનબાઈ પાલીતાણા આવ્યાં.
તેમણે પોતાની ભાવના દર્શાવી, કે પૂજ્ય શ્રી લાલનસાહેબના જીવનચરિત્ર સાથે આપણા પરમ ઉપકારી માર્ગદર્શક તત્વવેત્તા પૂજ્ય શ્રી માલશીભાઈ ભેજરાજનું ચરિત્ર આપવામાં આવે તે, સેનામાં સુગંધ મળે.
તેમની વાત બધી રીતે ગ્યા હતી પણ પ્રથમ આવૃત્તિમાં પહેલેથી નિર્ણય થયા પ્રમાણે શ્રી માણેકજીભાઈ પીતાંબરનું